Amreli, તા. 8
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની શરુઆત પહેલા જ વાવઝોડાની અસરના કારણે અમરેલી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડી ગયો હતો. અને તાજેતરમાં જ વિધિવત રીતે ચોમાસાની વિદાય થઈ ગઈ હોવા છતા પણ વાવાઝોડાની અસરના કારણે દિવાળી પછી સતત વરસાદ પડ્યો હતો. ચાલુ વર્ષે સરેરાશ 118 ટકા કેટલો વરસાદ પડી ગયો છે.
અમરેલી જિલ્લામાં દિવાળી પછી કેટલાંક દિવસોથી વાવાઝોડાની અસરના કારણે સતત વરસાદ ચાલુ પડ્યો હતો. ઘણાં જ દિવસોં સુધી સૂર્યનારાયણના દર્શન પણ ઘણાં વિસ્તારોમાં દુર્લભ થઈ ગયા હતા..
આજે પણ અમરેલી જિલ્લામાં પડેલા અત્યાર સુધીના વરસાદના આંકડાઓ પર નજર નાંખીએ તો 118 ટકા વરસાદ પડી ગયો છે. ટકાવારી મુજબ સૌથી વધારે વરસાદ રાજુલા તાલુકામાં 1289 મી.મી. વરસાદ પડી ગયો છે.
સૌથી ઓછો વરસાદ લાઠીમાં 522 અને ધારીમાં 529 મી.મી.વરસાદ નોંધાયો છે. 11થી 8 તાલુકામાં 100% કરતા પણ વધારે વરસાદ પડી ગયો છે. અમરેલી જિલ્લામાં આજ સુધીમાં કુલ વરસાદમાં જોઈએ તો કુંકાવાવમાં 1079 મી.મી; બાબરામાં 871 મી.મી; લાઠીમાં 522 મી.મી; લીલીયામાં 667 મી.મી; અમરેલી 752 મી.મી; બગસરામાં 699 મી.મી; ધારીમાં 529 મી.મી; સાવરકુંડલામાં 933 મી.મી; ખાંભામાં 817 મી.મી; જાફરાબાદમાં 857 મી.મી; જ્યારે રાજુલામાં 1289 મી.મી; વરસાદ નોંધાયો છે.

