Amreli,તા.10
લીલીયા તાલુકાના આંબા ગામના વતની અને હાલ સુરત રહેતું એક દંપતિ ગઇકાલે સાંજના સમયે મોટર સાયકલ ઉપર ગઢડા (સ્વામી) થી લીલીયા તરફ આવતા હોય તે દરમ્યાન લીલીયા તાલુકાના અંટાળીયા ગામથી લીલીયા તરફ રોડ ઉપર આવેલ નાળા પાસે પહોંચતા પાછળથી એક સરકારી એસ.ટી. બસે મોટર સાયકલને બસની પાછળના ભાગે અથડાવી દેતા મોટર સાયકલની પાછળ બેઠેલા મહિલાને શરીરે ગંભીર ઇજાઓ કરી પતિની નજર સામે જ પત્નીનું મોત નિપજાવી દીધાની એસ.ટી.ના ચાલક સામે પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
સુરત ગામે આવેલ તિરૂપતિ સોસાયટીના વિભાગ-1 યોગી ચોક, વરાછામાં રહેતા અને મુળ લીલીયા તાલુકાના આંબા ગામના વતની ઘનશ્યામ ભાઇ નરશીભાઇ મંગાણી નામના 32 યુવક તથા જાનવીબેન ઘનશ્યામભાઈ મંગાણી ગઈકાલ સાંજે પોતાના હવાલાવાળુ મોટર સાઇકલ નં.જીજે-14-બીસી-9490 વાળી લઇ ગઢડા (સ્વામી) થી લીલીયા તરફ આવતા હોય.
તે દરમ્યાન લીલીયા તાલુકાના અંટાળીયા ગામથી લીલીયા તરફ રોડ ઉપર આવેલ નાળા પાસે પહોંચતા પાછળથી એક સરકારી એસ.ટી. સફેદ-ગે્ર કલરની બસ નં. જીજે-18-ઝેડ-4148 ના ચાલક દિલીપભાઇ ગોકળભાઇ દવેરાએ યુવકની મોટર સાયકલને પુરઝડપે અને બેફીકરાઇથી અને ગફલતભરી રીતે ઓવરટેક કરી યુવકના મોટર સાયકલને બસની પાછળના ભાગે અથડાવી ડદેતા યુવકને જમણા પગના ગોઠણે ઇજા તથા મોટર સાયકલની પાછળ બેઠેલા જાનવીબેનને શરીરે ગંભીર ઇજાઓ કરી તેનુ મોત નિપજાવી દીધાની એસ.ટી.ના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

