Mumbai,તા.10
શાહરૂખ ખાનના 60મા જન્મદિવસ પર રજૂ થયેલી નવી ફિલ્મ કિંગના ટીઝરને 24 કલાકમાં 28 મિલિયન વ્યૂઝ અને 5 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. 24 કલાકમાં સૌથી વધુ વ્યૂઝ મેળવનારી ભારતીય ફિલ્મોની યાદીમાં તે નવમા ક્રમે છે. ટોપ 10 લિસ્ટમાં પ્રભાસની 4 ફિલ્મોમાં સલાર, રાધે શ્યામ, ધ રાજા સાબ અને આદિપુષનો સમાવેશ થાય છે.શાહરૂખના ચાહકોએ X પર લખ્યું હતું કે ‘કિંગ’ માત્ર 24 કલાકમાં 28 મિલિયન વ્યૂઝને પાર કરી ચૂકી છે, જ્યારે ‘સ્પિરિટ’ 10 દિવસમાં પણ 10 મિલિયનના આંકડાને સ્પર્શી શકી નથી.
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર બંને ફેન ક્લબ વચ્ચે ચર્ચા વધુ તીવ્ર બની છે. બોલિવૂડના ચાહકો અને સાઉથ ઇન્ડસ્ટ્રી વચ્ચે આ પ્રકારનું યુદ્ધ ફાટી નીકળ્યું હોય એવું પહેલીવાર નથી.
છેલ્લાં કેટલાક વર્ષોમાં જ્યારે પણ કોઈ મોટા અભિનેતાની ફિલ્મ આવે છે, ત્યારે સરખામણી આપોઆપ શરૂ થઈ જાય છે. શાહખ ખાનના ચાહકો મક્કમ છે કે એના સ્ટારડમની બરાબરી કોઇ કરી શકે નહીં, જ્યારે પ્રભાસના સમર્થકોનું કહેવું છે કે બાહુબલી જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર સ્ટાર પોતે જ એક સંસ્થા છે.

