Taipei તા.10
આગના જોખમને કારણે ફ્લાઇટ્સમાં પાવર બેંક પર પ્રતિબંધ મૂક્યા પછી, એરલાઇન્સે હવે બીજા એક લોકપ્રિય ઇલેક્ટ્રોનિક ઉપકરણ, બ્લૂટૂથ ઇયરબડ્સ પર કડક કાર્યવાહી શરૂ કરી છે.
તાઇવાનની ત્રણ મુખ્ય એરલાઇન્સ, EVA એર, UNI એર અને ટાઇગરએરે શરૂઆતમાં ચેતવણી આપી હતી કે એપલ એરબડ્સ સહિત બ્લૂટૂથ ઇયરબડ્સ ચેક-ઇન સામાનમાં રાખી શકાતા નથી. ન્યુઝીલેન્ડ એવિએશને તેમને ચેક-ઇન સામાનમાં રાખવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
ચાર્જિંગ કેસ છે કારણ
એરલાઇન્સનું કહેવું છે કે આ ઇયરબડ્સના ચાર્જિંગ કેસમાં લિથિયમ આયન બેટરી હોય છે, જે સતત ચાર્જ રહે છે અને શોર્ટ સર્કિટના કિસ્સામાં આગ લાગવાનું જોખમ વધારી શકે છે.

