Bengaluru તા.10
જાહેર સ્થળો પર નમાજ પઢવા મુદે પ્રતિબંધ હોવા છતાં પણ કર્ણાટકમાં અત્યંત સંવેદનશીલ ગણાતા બેંગ્લુરુના કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય હવાઈમથકના ટર્મીનલ બે પાસે કેટલાક મુસ્લીમ પ્રવાસીઓએ નમાજ પઢી હોવાનો વિડીયો વાયરલ થતા જ જબરો વિવાદ છેડાઈ ગયો છે અને રાજય સરકાર પણ ચોંકી ઉઠી છે.
એટલું જ નહી મુસ્લીમ સમુદાયના આ તમામને સુરક્ષાદળોએ પણ નમાજ પઢતા અટકાવ્યા ન હતા. ભાજપે આ અંગે મુખ્યમંત્રી સિદ્ધરમૈયાને ઘેર્યા છે અને કહ્યું છે કે આ પ્રકારે અત્યંત સંવેદનશીલ સ્થળો પર નમાજ પઢવાની મંજુરી કઈ રીતે આપી શકાય તે સૌથી મોટો પ્રશ્ન છે અને રાજય સરકારનો જવાબ માંગ્યો છે.
ટર્મિનલ નંબર ટુ માં મુસ્લીમ પ્રવાસીઓ કઈ વિમાની સેવા માટે જવાના હતા તે અંગે પણ પ્રશ્ન પૂછાયો છે. હાલમાં જ કર્ણાટકમાં જે રીતે રાજય સરકારે આરએસએસની શાખાઓના પથસંચાલન પર પ્રતિબંધ મુકયો છે તે બાદ આ વિવાદ ચગ્યો છે.

