New Delhi,તા.10
ડિજિટલ જગતમાં ડેટા સિક્યોરિટીની વાતો વધુ થઈ હશે, પરંતુ પાસવર્ડની પસંદગીમાં બેદરકારી હજુ પણ ચાલું છે. સાયબર સિક્યુરિટી ફર્મ કોમ્પેરિટેકના સંશોધકોએ 2025 માં ડેટા બ્રીચ ફોરમ પર લીક થયેલાં અબજથી વધુ એકાઉન્ટ્સના પાસવર્ડનું વિશ્લેષણ કર્યું હતું.
રસપ્રદ વાત એ છે કે, 100 સૌથી સામાન્ય પાસવર્ડ્સની યાદીમાં `India123′ નો ક્રમ 53માં છે. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે `એકલા 123456’નો ઉપયોગ 76 લાખ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો.
જ્યારે `એડમિન’નો ઉપયોગ લગભગ 1.9 મિલિયન વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
ટોચનાં 10 સૌથી સામાન્ય પાસવર્ડ
1).123456
2).12345678
3).123456789
4). admin
5).1234
6). Aa123456 .
7).12345
8). Password
9).123
10).1234567890
શબ્દોની `નબળાઈ’
3.9 ટકા પાસવર્ડ્સમાં ‘Pass’ અથવા `Password’ હતાં.
2.7 ટકામાં `admin’ શબ્દનો સમાવેશ થાય છે.
1.6 ટકામાં `qwerty’ શબ્દનો ઉપયોગ.
1% ને `welcome’ શબ્દોનો ઉપયોગ.
લંબાઈની બેદરકારી
65.8 ટકા પાસવર્ડ્સ 12 અક્ષરો કરતાં ટૂંકા હતાં
6.9 ટકા પાસે 8 કરતાં ઓછા અક્ષરો હતા
માત્ર 3.2 ટકા પાસે 16 કે તેથી વધુ અક્ષરો હતાં
ક્ષતિગ્રસ્ત `અંકગણિત’
1,000 ટોચનાં પાસવર્ડ્સમાંથી લગભગ એક ચતુર્થાંશ ફક્ત અંકોથી બનેલાં હતાં.
38.6 ટકાની પેટર્ન `123′ હતી, જ્યારે 2 ટકાની પેટર્ન `321′ હતી.
31 ટકા પાસવર્ડમાં `ABC’ મળી આવ્યું હતું.
` 111111′ જેવાં રીપીટ પાસવર્ડ્સ 18 મા ક્રમે હતાં.
મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવવો
પાસવર્ડ ઓછામાં ઓછા 12 અક્ષરોનો હોવો જોઈએ. આમાં નાના-મોટા અક્ષરો, અંકો અને પ્રતીકો શામેલ હોવા જોઈએ. પરિવારનાં સભ્ય, કોઈપણ ઉત્પાદન, પાત્ર અથવા વ્યક્તિનાં નામનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

