New Delhi, તા.10
રાજસ્થાનના ફલૌદીમાં સોમવારે થયેલ દર્દનાક માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત અને અનેક ઘાયલ થવાના કિસ્સામાં સુપ્રિમ કોર્ટ સખ્ત બની છે અને એનએચએઆઈ અને રાજસ્થાન સરકારને સ્થિત રિપોર્ટ માગ્યો છે.
ન્યાયમૂર્તિ જે.કે. મહેશ્વરી અને ન્યાયમૂર્તિ વિજય વિશ્નોઈની બેન્ચે હાઈવેની સુરક્ષાને લઈને ઉંડી ચિંતા વ્યકત કરી છે અને નેશનલ હાઈવે ઓથોરિટી (એનએચએઆઈ)ને નિર્દેશ આપ્યો કે તે બે સપ્તાહમાં વિસ્તૃત સ્થિતિ રિપોર્ટ દાખલ કરે.
જેમાં રાજસ્થાનના નેશનલ હાઈવે પર આવેલ ઢાબા અને અન્ય સ્થાપનાની સંખ્યાનો રિપોર્ટ દાખલ કરવામાં આવે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે માગેની સ્થિતિના બારામાં પણ રિપોર્ટ માગ્યો છે. સરકાર તરફથી ઉપસ્થિત વકીલ શિવુ મંગલ શર્માએ અદાલતને જણાવ્યું હતું કે તે ન્યાયાલયની દરેક પ્રકારે સહાયતા કરશે.

