Mumbai,તા.8
ભોજપુરી એક્ટર-સિંગર ખેસારી લાલ યાદવ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. ખેસારી છપરાથી આરજેડીની બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભોજપુરી સ્ટાર જનતાને પોતાના દિલની વાત કહેતા જોવા મળ્યા. ખેસારીનું કહેવું છે કે, ચૂંટણી માટે તેમણે પોતાની કારકિર્દીને દાવ પર લગાવી દીધી છે. તેઓ પોતાના સારા ચાલતા કરિયરને દાવ પર લગાવીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઇન્ટરવ્યુમાં ખેસારી લાલ યાદવે કહ્યું કે, મેં મારી કારકિર્દીને દાવ પર લગાવી દીધી છે. હકીકતમાં પૂછો તો હવે પાંચ વર્ષમાં હું કંઇ કમાઈ નહીં શકુ. એક્ટરનો વીડિયો વાઇરલ થયા બાદ યુઝર્સ વિચારમાં પડી ગયા કે, શું તેમને ચૂંટણી લડવાનો પસ્તાવો થઈ રહ્યો છે? અન્ય એક યુઝરે લખ્યું કે, જો ચૂંટણી જીતી ગયા તો ઠીક છે, હારી ગયા તો કરિયર ખરાબ થઈ ગયું. વળી, અન્ય લોકોએ કહ્યું કે, આ ચૂંટણી લડતા પહેલાં વિચારવાનું હતું.
વળી, બીજી બાજું ખેસારી લાલના ફેન્સ તેમને સપોર્ટ કરી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે, તે ધારાસભ્ય બનીને જ રહેશે. ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ ખેસારી લાલ યાદવે નિરહુઆ, મનોજ તિવારી, રવિ કિશન અને પવન સિંહને લઈને અનેક નિવેદનબાજી કરી છે. ત્યાં સુધી કે, પવન સિંહની પર્સનલ લાઇફ પર પણ અનેક કોમેન્ટ કરી હતી.

