Mumbai,
મહિલા વર્લ્ડ કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમનો ભવ્ય ઐતિહાસિક વિજય થયો હતેો.આ ઐતિહાસિક વિજયની ઉજવણીના ભાગરૂપે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર્સ ઝુલન ગોસ્વામી અને અંજુમ ચોપરાને લોકપ્રિય ટીવી શો બિગ બોસ 19ના સેટ પર આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંને દિગ્ગજ ખેલાડીઓએ આજે `વીકેન્ડ કા વાર’ના સેટ પર બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે મુલાકાત કરી હતી.
ઝુલન ગોસ્વામીએ `બિગ બોસ 19’ના સેટ પરથી સલમાન અને અંજુમ સાથેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. ઝુલન ગોસ્વામીએ કેપ્શનમાં લખ્યું હતું કે, આ મહિનો અત્યારસુધી ઘણી અવિસ્મરણીય રાતોથી ભરેલો રહ્યો છે.
આ રાત પણ આવી રાતો પૈકીની એક હતી. `બિગ બોસ 19’ના વીકેન્ડ કા વોરમાં સલમાન ખાન અને અંજુમ ચોપરા સાથે સ્ટેશ શેર કરીને બહુ સારો સમય પસાર કર્યા.

