Mumbai,તા.10
બોલીવુડના જાણીતા અભિનેતા ધર્મેન્દ્રની તબિયત ખરાબ છે. તેમને ગયા અઠવાડિયે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.લોકો તેમને ન મળી શકે તેના માટે તેઓ છેલ્લા ઘણા દિવસોથી ICU માં હતા. જોકે, આજે સવારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, જેના કારણે પરિવારના કેટલાક સભ્યો તેમને મળવા ગયા હતા.આજે તેમની તબિયત વધુ ખરાબ થયા બાદ ધર્મેન્દ્રને ICU વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. તેઓ હાલમાં સારવારનો પ્રતિભાવ આપી રહ્યા છે. જોકે, પરિવાર કે હોસ્પિટલ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.અગાઉ, 3 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીએ અભિનેતાના સ્વાસ્થ્ય અપડેટ્સ આપ્યા હતા. અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી હતી અને પાપારાઝીને પૂછ્યું હતું કે,બધું બરાબર છે?તેમણે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે પણ અપડેટ્સ આપ્યા હતા. જ્યારે પાપારાઝીએ પુછ્યુ કે ધર્મેન્દ્રની તબિયત કેમ છે.ત્યારે હેમા માલિનીએ હાથ જોડીને જવાબ આપ્યો હતો,ઠીક છે.મહત્વનું છે કે ધર્મેન્દ્રની આ વર્ષે એપ્રિલમાં આંખની સર્જરી થઈ હતી. એક આંખમાં ઝાંખું દેખાવાના કારણે તેમનું કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. તેમણે મોતિયાની સર્જરી પણ કરાવી હતી. મુંબઈની એક હોસ્પિટલમાંથી નીકળતા તેમનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં ધર્મેન્દ્રએ પાપારાઝીને કહ્યું,’મારી પાસે ઘણી શક્તિ છે. મારી પાસે હજુ પણ જીવન છે’

