સોનાના વાયદામાં રૂ.2141 અને ચાંદીના વાયદામાં રૂ.4607નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.26 સુધર્યો
કોમોડિટી વાયદાઓમાં રૂ.32801.24 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.128210.53 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 27667.75 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29021 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.161015.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.32801.24 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.128210.53 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.2.95 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.1.06 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 29021 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1980.02 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 27667.75 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.121768ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.123343 અને નીચામાં રૂ.121768ના મથાળે અથડાઈ, રૂ.121067ના આગલા બંધ સામે રૂ.2141ના ઉછાળા સાથે રૂ.123208 થયો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.1306 ઊછળી રૂ.99199 થયો હતો. ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.175 વધી રૂ.12420ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.2051ની તેજી સાથે રૂ.123107 થયો હતો. ગોલ્ડ-ટેન નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.122000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.123414 અને નીચામાં રૂ.122000ના મથાળે અથડાઈ, રૂ.121266ના આગલા બંધ સામે રૂ.1991ના ઉછાળા સાથે રૂ.123257ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.149540ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.152680 અને નીચામાં રૂ.149540ના મથાળે અથડાઈ, રૂ.147728ના આગલા બંધ સામે રૂ.4607ના ઉછાળા સાથે રૂ.152335ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.3836 ઊછળી રૂ.153051ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.3824 ઊછળી રૂ.153021ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1601.40 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું નવેમ્બર વાયદો રૂ.8.8 વધી રૂ.1009.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત નવેમ્બર વાયદો રૂ.3.15 વધી રૂ.305.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો રૂ.1.65 વધી રૂ.274.15ના સ્તરે પહોંચ્યો હતો. સીસું નવેમ્બર વાયદો 75 પૈસા વધી રૂ.184.25 થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 3527.04 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી નવેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3150ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3180 અને નીચામાં રૂ.3071ના મથાળે અથડાઈ, રૂ.22 ઘટી રૂ.3159ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5265ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5370 અને નીચામાં રૂ.5265ના સ્તરને સ્પર્શી, રૂ.5295ના આગલા બંધ સામે રૂ.26 વધી રૂ.5321 થયો હતો. ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.25 વધી રૂ.5324ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.11.9 વધી રૂ.397.7 થયો હતો. નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો રૂ.11.7 વધી રૂ.397.6 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.923.5ના ભાવે ખૂલી, રૂ.2.2 ઘટી રૂ.922 થયો હતો. કોટન નવેમ્બર વાયદો રૂ.390 ઘટી રૂ.25550ના સ્તરે પહોંચ્યો હતો. એલચી નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2650ના ભાવે ખૂલી, રૂ.24 ઘટી રૂ.2630ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 15835.48 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 11832.27 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1230.34 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 105.39 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 13.66 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 251.29 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 13.64 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 783.57 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2729.83 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.91 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.06 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 1.07 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16424 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 56763 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 20953 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 289601 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 28968 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 25956 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 47557 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 142386 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 917 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17215 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 33756 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ નવેમ્બર વાયદો 28661 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 29047 પોઇન્ટના સ્તર અને નીચામાં 28661 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 530 પોઇન્ટ વધી 29021 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.4.9 વધી રૂ.69.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.6 વધી રૂ.17.5ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.130000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.130 વધી રૂ.379.5 થયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2422.5 વધી રૂ.5436.5 થયો હતો. તાંબું નવેમ્બર રૂ.1000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.5.25 વધી રૂ.18.11ના ભાવે બોલાયો હતો. જસત નવેમ્બર રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 85 પૈસા વધી રૂ.6.59 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.5350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.9.7 વધી રૂ.92.75 થયો હતો. નેચરલ ગેસ-મિની નવેમ્બર રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.6 વધી રૂ.17.6ના ભાવે બોલાયો હતો. સોનું-મિની નવેમ્બર રૂ.123000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.796 વધી રૂ.2330ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.557 વધી રૂ.1058.5 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15.9 ઘટી રૂ.94.6 થયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.7.3 ઘટી રૂ.19.65 થયો હતો.
સોનું નવેમ્બર રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.802.5 ઘટી રૂ.902 થયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2157 ઘટી રૂ.3075 થયો હતો. તાંબું નવેમ્બર રૂ.1000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.85 ઘટી રૂ.9ના ભાવે બોલાયો હતો. જસત નવેમ્બર રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 14 પૈસા વધી રૂ.2.2ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14.35 ઘટી રૂ.96ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની નવેમ્બર રૂ.390ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.6.15 ઘટી રૂ.14.85 થયો હતો. સોનું-મિની નવેમ્બર રૂ.122000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1079 ઘટી રૂ.1747 થયો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1711 ઘટી રૂ.1871ના ભાવે બોલાયો હતો.

