Rajkot,તા.11
રાજકોટ, અમરેલી, નલિયા અને ગાંધીનગરમાં ફરી આજે ઠંડીનાં પ્રમાણમાં વધારો થયો હતો.અને ગાંધીનગર 13.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુ રહેવા પામ્યુ હતું.તેમજ રાજકોટ શહેરમાં 14-8, અમરેલીમાં-14, અને નલિયા ખાતે 14.8 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
જયારે આજે સવારે અમદાવાદમાં-15.2 વડોદરામાં પણ 15.2, ભાવનગરમાં-17 ભુજમાં 17.8, દમણ માં 17.8, તથા ડિસામાં 16.1, અને દિવમાં 16 ડિગ્રી તેમજ કંડલામાં-18, પોરબંદરમાં 16.7, સુરતમાં 18.2, અને વેરાવળ ખાતે 19.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
ઉપરાંત જામનગરમાં ધીરે ધીરે લઘુતમ અને મહતમ તાપમાનમાં ક્રમશ ઘટાડા સાથે ગુલાબી ઠંડીનુ સામ્રાજય છવાઈ રહયુ છે.સતત બે દિવસથી 17.5 ડિગ્રી આસપાસ રાત્રીના તાપમાનના પગલે સવાર સુધી વાતાવરણમાં ટાઢોડુ છવાયેલુ રહે છે.
બીજી બાજુ ઠંડીના પગરવ સાથે જ મોટા ભાગના ઘરોમાં રાત્રે એસી-પંખા પણ સ્વીચ ઓફ થયા છે.વહેલી સવારે માર્ગો પર આવા ગમન કરતા લોકો પણ ગરમ વસ્ત્રોનો સહારો લેતા જોવા મળે છે.
શહેરમાં ઘીરે ધીરે શિયાળાના આગમન સાથે ફુલગુલાબી ઠંડીનો માહોલ જોવા મળે છે.ખાસ કરી છેલ્લા પાંચ દિવસથી રાત્રીના તાપમાન સાથે દિવસનુ તાપમાન પણ ક્રમશઃ ઘટતા મોડી સાંજથી સવાર સુધી વાતાવરણમાં ટાઢોડાનો અહેસાસ જનજીવન કરી રહયુ છે.સવારે સ્કુલે જતા બાળકો પણ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળે છે.
જયારે રાત્રીથી સવાર સુધી માર્ગો પર અવર જવર કરતા વાહનચાલકો સહિતના લોકો પણ સ્વેટર, જાકીટનો સહારો લેતા જોવા મળે છે.જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી લઘુતમ તાપમાન આંશિઘ વધઘટ વચ્ચે 17.5 ડિગ્રી આસપાસ સ્થિર થયેલુ જોવા મળે છે.
બીજી બાજુ મહતમ તાપમાન પણ સતત પાંચમા દિવસે આંશિક ઘટાડા સાથે 30.5 ડિગ્રી આસપાસ સ્થિર થયુ હતુ. શિયાળાના આગમન સાથે જ મોડી સાંજ બાદ કાવો વગેરે ગરમ પીણાના વિક્રેતાઓને ત્યાં પણ ભીડ જોવા મળી રહી છે.
જામનગરમાં આજે સવારે પુરા થતા 24 કલાક સુધીમાં લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી અને મહતમ તાપમાન 30.5 ડિગ્રી રહયુ હતુ.જયારે ભેજનુ પ્રમાણ છ ટકા ઘટીને 71 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 2.1 કિ.મિ. રહી હતી.

