હાઈવે-સ્ટેટ હાઈવે પર પસાર થતા વાહનો ઉપર પોલીસની બાજ નજર
Junagadh તા.11
ગત સાંજે 6-52 કલાકે દિલ્હી લાલકિલ્લા નજીક કારમાં થયેલા વિસ્ફોટના પગલે જુનાગઢ સહિતના સોરઠના વિવિધ સ્થળો માર્ગો પર રાતભર કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તમામ વાહનો, હોટલ, ભવનાથ- માંગરોળ બંદર સહિતના વિવિધ સ્થળોએ ચેકીંગ હાથ ધરાયું હતું.
સમગ્ર જુનાગઢ જીલ્લામાં એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન નીચે પોલીસને એલર્ટ કરવામાં આવી છે.
શહેરમાં પણ વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. રોડ, હાઈવે, હોટલો, ધર્મશાળાઓ સહિતના સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું છે. આજે પણ આ ચેકીંગ વધારવામાં આવશે જે રાત દિવસ ચેકીંગની કામગીરી સમગ્ર સોરઠ જીલ્લા અને શહેરો શહેર માર્ગો હાઈવે સ્ટેટ હાઈવે પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

