Junagadh,તા.11
ગઈકાલે જુનાગઢના દોલતપરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે ત્રાટકી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને 1440 બોટલ કિંમત રૂા.4,48,800ના દારૂ સાથે દબોચી લીધા હતા. ઉપરાંત એક મોસા ત્રણ મોબાઈલ સહિત કુલ રૂા.5,21,800નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે બી ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ દોલતપરા નાઈરા પેટ્રોલ પંપ સામે આવેલ સૂરજ એગ્રોના રસ્તા ઉપર વિદેશી દારૂની હેરાફેરી થઈ રહ્યાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે ત્રાટકી 1440 ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂા.4,48,800ની કબજે કરી હતી ઉપરાંત સાઈન મોસા નં. જીજે 11 સીએમ 7409 રૂા.70 હજાર મોબાઈલ ફોન ત્રણ રૂા.30 હજાર સહિત કુલ રૂા.5,21,800 સાથે ભરત ભીખુ કોડીયાતર (ઉ.31) રે. બાંટવા ભીમનાથ રોડ અને પરબત કાળુ ભારાઈ (ઉ.19) રે. બાંટવા વાળાને દબોચી લીધા હતા. પુછપરછમાં રવિ ઘોડાસરા રે. ગોવા વાળાનું નામ ખુલ્યું હતું. પીએસઆઈ ગઢવીએ તપાસ હાથ ધરી છે.
વેપારી સાથે છેતરપીંડી
માંગરોળ પોલીસમાંથી મળતી વિગત મુજબ માંગરોળ શાપુર રોડ પર રહેતા ફરીયાદી હનીફભાઈ હુસેનભાઈ બેરા (ઉ.32)એ આરોપી તૂફાન ઈબ્રાહીમ જેઠવાએ ગત તા.11-9ના ઘર આવી પોતાની આઈજે સેલ્સ એજન્સીમાં સોપારી- તમાકુના ધંધામાં રોકડ કરવાનું કહી વધુ નફો અપાવવાની લાલચ આપી રૂા.1,24,70,000 કરોડનું રોકાણ કરાવ્યું હતું.
બાદ આરોપી ઈબ્રાહીમ જેઠવાએ હનીફભાઈ બેરાને રસ્તામાં રોકી આ રકમ તેના દિકરા પાસે નહીં માંગણ કરવાની ધમકીઓ આપી ઢોર માર મારી જાનથી પતાવી દેવાની ધમકીની ફરીયાદ નોંધાવતા માંગરોળ પોલીસ ઈન્સપેકયર એસ.કે. દેસાઈએ તપાસ હાથ ધરી છે.

