Junagadh તા.11
માંગરોળના શીલ પોલીસ સ્ટેશન નીચેના હરસાલી ગામની સીમમાં શીલ પોલીસે પ્રાપ્ત 15 જુગારીઓને રોકડ રૂા.1,03,730 ઉપરાંત 14 મોબાઈલ મળી કુલ રૂા.1,88,730ની મતા કબ્જે કરવામાં આવી હતી.
ઝડપાયેલા જુગારીઓમાં કિરણ બાબુ પરમાર રે. શાપુર (માંગરોળ), દેવાયત માંડા ચુડાસમા રે. પંચાળા, ઈરશાદ ઈબ્રાહીમ મહીડા, રે. મોવાણા દરવાજા કેશોદ, લતીફ બાવા મીયા (રે.કેશોદ), અલ્તાફશા ઉમરશા રે. કેશોદ, ઉમેશ દીલીપ મોકરીયા, રે.ચંદવાણા, મહેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ રે. મેણેજ, લીલા સીદી કેશવાલા રે.આંત્રોલી, અજીત ઉર્ફે હોડો નાથા ઓડેદરા રે. આંત્રોલી, અરજણ રાજસી કેશવાલા રે. આંત્રોલી, હંસરાજ હીરા ચુડાસમા રે. પંચાળા, મહેન્દ્ર રાજા પરમાર રે. તાલાલા, મહેશ દેવસી મકડીયા રે.માંગરોળ, લખન ભનુ પરમાર રે. જુનાગઢ અને પ્રવિણ ગોવિંદ પરમાર રે. માંગરોળવાળાઓને દબોચી લઈ શીલ પોલીસે તપાસ હાથ ધદરી છે.

