Junagadh તા.11
ગઈકાલે જુનાગઢ કલેકટર કચેરી ખાતે ખેડૂતોના ગંભીર પ્રશ્નોને લઈને અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો હતો અને સરકારને 12 દિવસનું અલ્ટીમેટમ અપાયું છે અને રામધૂન બોલી વિરોધ કર્યો હતો.
કિસાન સહકાર સમિતિના બેનર નીચે પરેશ ગૌસ્વામીની આગેવાની નીચે હજારો ખેડૂતો પાલાભાઈ આંબલીયા, કરશનભાઈ ભાદરકા, સહિતનાઓએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને સંબોધન કરેલા પત્રમાં ગુજરાતમાં થયેલ અતિવૃષ્ટિ (માવઠા) વાવાઝોડામાં ખેતીમાં ગયેલી નુકશાની મામલે પાક વિમા કે સહાય ન મળતા ખેડૂતોની સ્થિતિ ગંભીર બની છે. જેના કારણે ત્રણ માંગ કરવામાં આવી છે. સરકાર આગામી 12 દિવસમાં ત્રણેય માંગ નહીં સ્વીકારે તો તેઓ ગાંધીનગર ખાતે અન્નજળનો ત્યાગ કરશે. અને આંદોલન કરશે. પાક ધીરાણ માફી તમામ ખેડૂતોને 3 લાખ સુધીનું પાક ધીરાણ માફ કરવું. ધીરાણ નહીં લીધેલાના ખાતામાં 3 લાખ આપવા, 2019નો પાક વિમો જે ખેડૂતોનો મંજુર થયેલ તેને ચુકવી આપવો, ટેકાના ભાવે મગફળી હેકટરે 125 મણને વધારી 200 મણ કરવી.

