Junagadh, તા. 11
જુનાગઢ બી ડીવીઝન પોલીસે રાત્રીના શખ્સની ફોર વ્હીલ રોકી ચેક કરતા પોતે પોલીસમાં જ ન હોવા છતાં પોલીસનું પાટીયુ (બોર્ડ) લગાવી માભો જમાવતા ઝડપાઇ જવા પામ્યો હતો જેની સામે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
આ અંગેની બી ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ ગત તા. 10-11-2025ની રાત્રીના 10.બ્30 કલાકે જુનાગઢ મજેવડી દરવાજા સર્કલ પાસે વાહન ચેકીંગ કરવા ઉભેલ બી ડીવીઝન પોલીસ જવાન રઘુવીરસિંહ જાનાભાઇએ હુન્ડાઇ કારને રોકી ચેક કરતા આગળના ભાગે અંગ્રેજીમાં ‘પોલીસ’ લખેલું એક્રેલીક બોર્ડ (પાટીયુ) જોવા મળતા તેમની પુછપરછ કરતા તે પોલીસમાં જ ન હોય માત્ર માભો જમાવવા દેખાવ કરવા બોર્ડ લગાવ્યાનું કબુલ કરેલ તેમની પુછપરછમાં તે જેતપુર ગ્રીન પાર્ક, અમરનગરમાં રહેતો નિલેષ રાજાભાઇ રે. વડીયા હોવાનું ખુલવા પામતા કેસ દાખલ કરી બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

