Surendaranagar,તા.11
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. જિલ્લાની તમામ ચેકપોસ્ટો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ખાસ કરીને પાણશીણા તેમજ લીંબડી-ચોટીલાને જોડતી તમામ ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, અમદાવાદ-રાજકોટ હાઈવે પર પણ સુરક્ષામાં વધારો કરાયો છે.પોલીસ દ્વારા આ ચેકપોસ્ટો પરથી પસાર થતા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

