Surendaranagar,તા.11
સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર વાહનો તાલુકો તેમના વાહનની બેફામ રીતે ચલાવી અને અવારનવાર નેશનલ હાઈવે ઉપર અકસ્માતો ની હારમાળાઓ સર્જતા હોય છે ત્યારે હજુ થાનગઢમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી.
જેમાં મોટી સંખ્યામાં લોકોને ઈજા થવા પામી હતી જેની હજુ સુધી ધરપકડ પણ કરવામાં આવી નથી ત્યાં ફરીવાર રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર બાઈક ઉપર જઈ રહેલા બે વિદ્યાર્થીઓને કારના ચાલકે અકસ્માત સર્જી અને બીજાઓ પહોંચાડી છે.
ત્યારે તાત્કાલિક અસરે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને લીમડી રાજકોટ હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા બે વિદ્યાર્થીઓને ઈજા થતાં તાત્કાલિક અસરે 108 ના માધ્યમ થકી સારવાર માટે ખજાળવામાં આવ્યા હતા અને હાલમાં વાહન ચાલક સામે ફરિયાદ નોંધ અને આગળની તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.
આ અકસ્માત હાઈવે પર બલદાણા ગામના પાટિયા પાસે થયો હતો. બાઈક પર જઈ રહેલા બે વિદ્યાર્થીઓને એક કાર ચાલકે અડફેટે લીધા હતા. ઈજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

