Mumbai,તા.11
શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈથા’માં રણદીપ હૂડા તેની સાથે સ્ક્રીન શેર કરશે. ‘છાવા’નો દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકર આ ફિલ્મ બનાવી રહ્યો છે. ‘ઈથા’ ફિલ્મ મહારાષ્ટ્રનાં વિખ્યાત લાવણી નૃત્યાંગના વિથાબાઇ નારાયણગાંવકરની બાયોપિક છે.
શ્રદ્ધા પહેલીવાર કોઈ બાયોપિકમાં કામ કરી રહી છે. બીજી તરફ રણદીપ હુડાએ વધુ એક સ્ત્રીપ્રધાન ફિલ્મ સ્વીકારી છે. અગાઉ તે ‘હાઈવે’ અને ‘હિરોઈન’ સહિતની સંખ્યાબંધ એવી ફિલ્મો કરી ચૂક્યો છે જેમાં ફિલ્મમાં સ્ત્રી પાત્ર કેન્દ્રીય ભૂમિકામાં હોય. આ એક પિરિયડ ફિલ્મ હશે.

