Mumbai,તા.11
‘સૈયારા’ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ચૂકેલી અનીત પડ્ડા હવે નવી કોઈ ફિલ્મનું શૂટિંગ શરુ કરતાં પહેલાં પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવા પર ધ્યાન આપી રહી છે. અનીત બીએ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે અને તેણે તેની ફાઈનલ પરીક્ષા આપવાની બાકી છે. મોટાભાગે આગામી ડિસેમ્બર કે જાન્યુઆરીમાં તેની પરીક્ષા છે. આથી તે હાલ પોતાનો બાકીનો અભ્યાસ પૂર્ણ કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે.
અનીતને હોરર ફિલ્મ ‘શક્તિ શાલિની’માં મુખ્ય ભૂમિકા મળી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત સંખ્યાબંધ બોલીવૂડ નિર્માતાઓ તેનો સંપર્ક કરી રહ્યા છે. જોકે, અનીત સ્નાતકની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ જ શૂટિંગ શરુ કરવાની છે.

