Mumbai,તા.11
દિગ્ગજ પીઠ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના અહેવાલ સવારે આવ્યા હતા. જોકે હવે આ અહેવાલોને રદીયો આપતા એમની દીકરી એશા દેઓલે એક પોસ્ટ કરતાં કહ્યું છે કે મારા પિતા જીવે છે અને તેમની બીમારીથી રિકવરી પણ સારી થઇ રહી છે. એશા દેઓલે મીડિયા દ્વારા નિધનના અહેવાલોને ફગાવતા કહ્યું કે અમે વિનંતી કરીએ છીએ કે આવી કપરી સ્થિતિમાં પરિવારને પ્રાઈવસી મળે. મારા પિતાના સારા સ્વાસ્થ્ય અને ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરવા બદલ હું સૌની આભારી છું.

