Mumbai,તા.11
રોહિત શર્મા જેટલો મોટો ક્રિકેટર છે તેટલો જ મહાન એન્ટરટેનર પણ છે. તે મેદાન પર પોતાની વાતોથી બધાને એન્ટરટેન કરે છે તો મેદાનની બહાર પણ તેનો અંદાજ દિલ જીતનારો છે. આ વખતે પણ તેણે કંઈક આવું જ કર્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા ‘આજ મેરે યાર કી શાદી’ સોન્ગ પર નાચી રહ્યો છે.
આ વીડિયો જોઈને તમને લાગે કે, કદાચ આ તેના કોઈ મિત્રના લગ્નનો વીડિયો હશે, પરંતુ એવું નથી. આ તો મોમેન્ટ વાળો વીડિયો છે. એક યુઝરે આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે, એક કપલ લગ્ન પહેલા એક હોટલમાં વેડિંગ શૂટ કરાવી રહ્યું છે. ત્યારે અચાનક રોહિત શર્મા જીમની બારીમાંથી હાથમાં સ્પીકર લઈને ઊભેલો દેખાય રહ્યો છે. સ્પીકરમાં ‘આજ મેરે યાર કી શાદી’ સોન્ગ વાગી રહ્યું છે અને રોહિત ડાન્સ કરી રહ્યો છે. રોહિતને જોઈને કપલ તેનું અભિવાદન કરે છે. આ એક ગુજરાતી કપલ હતું જે સગાઈ બાદ પોતાના વેડિંગ શૂટ માટે આવ્યું હતું. રોહિતે તેમને શાનદાર ભેટ આપી. રોહિતે ટેસ્ટ અને T20માંથી સંન્યાસ લઈ લીધી હોવાથી, તે હવે વનડે મેચ રમતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં પૂર્ણ થયેલી ઓસ્ટ્રેલિયા સીરિઝમાં રોહિત પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો. સાત મહિના ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર રહ્યા બાદ વાપસી કરતા રોહિતે ત્રણ મેચની વન-ડે સીરિઝમાં શાનદાર બેટિંગ કરી હતી. ત્રીજી મેચમાં તેના અણનમ 121 રનથી ભારતે ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હરાવી દીધુ હતું.

