Rajkot, તા.11
પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કટારીયા ચોકડીએ આવાસ ક્વાર્ટરમાં આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, કટારીયા ચોકડી નજીક સરસ્વતી પાર્ટી પ્લોટ પાસે આવાસ ક્વાર્ટરમાં રહેતા 35 વર્ષીય યુવાને ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ પોતે પોતાના ઘરે હતો ત્યારે ફીનાઇલ પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. યુવકે જણાવ્યું કે, તે કડિયાકામ કરે છે.
વર્ષ 2013માં તેના લગ્ન બામણબોરની યુવતી સાથે થયા હતા. તેને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. જે હાલ તેના સાથે રહે છે. પત્નીને અફેર હોય, એક વર્ષ પહેલા નોટરી લખાણ કરી છૂટાછેડા આપી દીધા હતા. પત્ની બીજા કોઈ જોડે રહેવા જતી રહી હતી. આ પછી ફરી તેણીએ હેરાન કરવાનું ચાલુ રહ્યું હતું. મહિલા પોલીસમાં ખોટી દુષ્કર્મની અરજી કરી હતી. પોલીસ આ મામલે હકીકત તપાસી રહી છે.

