New Delhi તા.13
દિલ્હીમાં આતંકી હુમલાની તપાસમાં નવા-નવા સ્ફોટક ખુલાસા થવા લાગ્યા છે.આતંકીઓનું મોટુ ષડયંત્ર નિષ્ફળ ગયુ અન્યથા ચાર શહેરોમાં ભયાનક હુમલા કરવાનું કાવતરૂ રચવામાં આવ્યું હતું. બે-બે ના ગ્રુપમાં આઠ આતંકવાદીઓ બોંબ ધડાકાને અંજામ આપવામાં હતા.
તપાસનીસ એજન્સીઓ સાથે સંકળાયેલા ટોચના સુત્રોએ જણાવ્યું છે કે ત્રાસવાદીઓએ ચાર શહેરો-સ્થળોએ સીરીયલ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.આઠ ત્રાસવાદીઓ બે-બે ના ગ્રુપ બનાવીને ચાર શહેરમાં પહોંચવાનાં હતા અને ચારેય ગ્રુપ બોંબ-વિસ્ફોટકો સાથે રાખવાના હતા.
સુત્રોએ એમ પણ કહ્યું હતું કે ડો.મુઝમીલ, ડો.આદિલ, ડો.ઉંમર અને ડો.શાહીને સંયુકત રીતે 20 લાખ રૂપિયા રોકડા એકઠા કર્યા હતા. અને દિલ્હી બ્લાસ્ટ પૂર્વે જ ડો.ઉંમરને આપ્યા હતા. ડો.ઉંમરે ગુરૂગ્રામથી રૂા.3 લાખમાં 20 કવીન્ટલ એનપીકે ખાતર ખરીદયુ હતું અને તેનો ઉપયોગ કરીને બોંબ વિસ્ફોટકો બનાવવાના હતા.
એવુ પણ બહાર આવ્યું છે કે ડો.ઉંમર તથા ડો.મુઝલીમ વચ્ચે નાણાંકીય વિવાદ પણ થયો હતો. ડો.ઉંમરે 2-4 સભ્યો સાથેની સિગ્નલ એપ પણ બનાવી હતી. ચાર શહેરોમાં બે-બે ના ગ્રુપમાં પહોંચીને બ્લાસ્ટ કરવાનાં ષડયંત્ર માટે અલગ અલગ કાર ખરીદવામાં આવી હતી કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે બે કારમાં મોતના સામાનની સાબીતી જાહેર થઈ જ ગઈ છે.
વધુ બે કાર ખરીદીને વિસ્ફોટપકો રાખવાનું ષડયંત્ર પણ હતું. બ્લાસ્ટ માટે વધુ જુદા વાહનો મેળવાયા હતા કે કેમ તે દિશામાં તપાસનો દોર આગળ વધારવામાં આવી રહ્યો છે. જે કારમાં બ્લાસ્ટ થયો હતો. તેમાં વિસ્ફોટકો હતા જ. ફરિદાબાદમાંથી વિસ્ફોટકો સાથેની ઈકોસ્પોર્ટસ કાર પણ પકડી લેવામાં આવી છે.
દિલ્હી બ્લાસ્ટની તપાસ માટે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી છે. એજન્સીને શંકા છે કે જૈશ-એ-મોહમ્મદ મોડયુલ દ્વારા આ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો હોય શકે છે.

