Bhavnagar તા.13
ભાવનગર જિલ્લાનાતળાજા પંથકમાં ખાસ કરીને દાઠા પોલીસ વિસ્તારમાં ગાંજો,અફીણ અને કાલા નો ધંધો મોટાપ્રમાણમાં છે.કારણકે અહીં પ્રસંગોપાત નશીલા પદાર્થ પીરસવાની પ્રથા છે અને અહીં બંધાણીઓ પણ છે. દાઠા પોલીસ ને મળેલ બાતમી ના આધારે દયાળ ગામે વાડી મા રેડ કરી 17કિલો 200 ગ્રામ વાવેલ ગાંજો પકડી ને ઈસમ ને ઝડપી લેવામાં આવ્યો છે.
તળાજા પંથકમા લગ્ન પ્રસંગ સહિત ના અવસરે નશીલા પદાર્થ જે કાયદા ની ભાષામાં સેવન કરવું ગેરકાયદેસર છે તે આવેલ મહેમાનો ને પીરસવાની પ્રથા આજેપણ જળવાય છે.ખાસ કરીને વિલાયતી દારૂ,અફીણ અને કાલા છે.તેની સાથે અનેક વ્યક્તિઓ ગાંજા નું સેવન પણ કરે છે.વધુ પડતું બીડી અને ચલમ થી પીવામાં આવે છે.
દયાળ ગામે પોલીસ ની સફળ રેડ ને લઈ પો.ઇ ચેતન મકવાણા એ જણાવ્યું હતુ કે મળેલ બાતમી ના આધારે દયાળ ગામના વિરકું ચીંથરભાઈ બાટીયા એ પોતાની વાડીમાં ગાંજો વાવેલ હોય રેડ કરી હતી.અહીંથી પોલીસે 17 કિલો અને 200 ગ્રામ ગાંજો મળી આવતા પોલીસે તેની કિંમત રૂ.8,61,000/- નો ગણી કબ્જે લઈ વિરકું બાટીયા ની ધરપકડ કરી હતી.

