Amreli,તા.13
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવક વધી રહી છે 30000 થી લઈ 25000 મણ સુધીની મગફળીની આવક થતા માર્કેટીંગ યાર્ડ સાવરકુંડલા મગફળી થી છલકાય ઉઠ્યું હતું જેથી માર્કેટિંગ યાર્ડ પ્રશાસન એલર્ટ બન્યું હતું.
અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપક માલાણી સમગ્ર મગફળી ની આવકની પ્રક્રિયા પર ખાસ નજર રાખી રહ્યા હતા દિપક માલાણી ની સુચના મુજબ સેક્રેટરી જતીન માલાણી અને મુકેશભાઈ ત્રિવેદી દ્વારા સતત માર્કેટિંગ યાર્ડમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

