Amreli,તા.13
સાવરકુંડલામાં રહેતા એક વ્યકિતના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ ટ્રાન્સફર કરનાર રાજકોટના શખ્સ સહિત બે સામે ફરિયાદ નોંધાઈ છે.સાવરકુંડલા ગામે ભરવાડ શેરી,મણીભાઇ ચોકમાં રહેતા આરોપી ઇમ્તીયાઝભાઇ નિઝામભાઇ ભટ્ટી, સાવરકુંડલા ગામે રહેતા અમનભાઇ અબ્દુલભાઇ ચાંદ તથા રાજકોટ રહેતા આરોપી આમીરભાઇએ સાથે મળી સાયબર ફ્રોડના કુલ રૂા.85,78,333 સગેવગે કરવા સારૂ ઇમ્તીયાઝભાઇ ભટ્ટીના નામે સાવરકુંડલા શહેરની બેંક ઓફ ઇન્ડીયામાં બેંક ખાતુ ખોલાવી જે ખાતાનો ઉપયોગ કરી
આ ખાતામાં સાયબર ફ્રોડના રૂપીયા જમા થતા હોવાનું જાણવા છતા પોતાના આર્થિક ફાયદા સારૂ આરોપી ઇમ્તીયાઝ ભટ્ટી નામથી બેંક ઓફ ઇન્ડીયા બેન્કના ખાતામાં ગત તા.1/8/25 થી તા.10/9/25 સુધીમાં સાયબર ફ્રોડના કુલ રૂા.85,78,333 રૂપીયા જમા કરાવી સદર રૂપીયા ચોરીના હોવાનું જાણવા છતા આરોપી પોતે ઓપરેટ કરતા બેંક ખાતામાં મેળવી સદર ખાતામાંથી રૂા.85,03,420/- NEFT, IMPS, UPI મારફતે આરોપી આમીરભાઇએ અલગ અલગ ખાતાઓમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી કરાવી સગેવગે કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

