Amreli,તા.13
સાવરકુંડલા તાલુકના ગાધકડા ગામે ત્રણ વર્ષ પહેલાં અગાઉની જુની અદાવતનું મનદુ:ખ રાખી એક યુવકની છરી મારી કરપીણ હત્યાં કરી નાખેલ હતી. આ અંગેનો કેસ સાવરકુંડલા એડી. સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ તથા ફરિયાદ પક્ષના વકીલની ધારદાર દલીલોના આધારે કોર્ટે એક પિતા – પુત્ર સહીત ત્રણે આરોપીઓને આજીવન કેદ તથા દરેકને રૂપિયા 1,05,000 ના દંડની સજાનો હુકમ કરેલ છે.
સાવરકુંડલા તાલુકના ગાધકડા ગામના વતની અને હાલ સુરત રહેતા રવિભાઇ જીવનભાઈ વાઘેલા, રવિભાઇ નાથાભાઇ વાઘેલા અને કેવલભાઇ બાલુભાઇ ચૌહાણ સહીત ત્રણેય ઈસમો મોટર સાયકલ લઇ ગત ગઇ તા. 31/10/22 ના રોજ રાત્રે 8/30 ના અરસામા ગાધકડા ગામે નિકળતા તે ગામે રહેતા સુનિલભાઇ ચંદુભાઈ ગોહિલ, ચંદુભાઈ જાદવભાઇ ગોહિલ તથા હસમુખ પરશોતમભાઈ ગોહિલ નામના ત્રણેય આરોપીઓએ મોટર સાયકલ રસ્તામાં રોકી અગાઉની જુની અદાવતનું મનદુ:ખ રાખી જેમફાવે ગાળો આપી રવિભાઈ નાથાભાઇ વાઘેલાને કહેલ કે, તને બોવ પાવર છે. તુ જ્યાં હોય ત્યાં વચ્ચે પડે છે.
તેમ કહી ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ કહેલ કે, આજે તો આને પતાવી જ દેવો છે. તેમ કહી આરોપીઓએ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી રવિ નાથાભાઈ વાઘેલાનો કાઠલો પકડી ધક્કો મારી મોટર સાયકલથી નીચે ઉતારી આ રવિભાઈને પાછળથી પકડી રાખતા સુનીલ નામના આરોપીએ રવિભાઈ નાથાભાઈ વાઘેલાને છરી વડે છાતીના ભાગે જીવલેણ હુમલો કરી તેમનું મોત નિપજાવી દીધાની જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાય હતી.
આ અંગેનો કેસ સાવરકુંડલા એડી. સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિકાસ વડેરા તથા ફરિયાદ પક્ષના વકીલ ધર્મેશ એચ. પંડ્યાની ધારદાર દલીલોના આધારે કોર્ટે સુનિલભાઇ ચંદુભાઈ ગોહિલ, ચંદુભાઈ જાદવભાઇ ગોહિલ તથા હસમુખ પરશોતમભાઈ ગોહિલ નામના ત્રણેય આરોપીઓને આજીવન કેદ તથા દરેકને રૂપિયા 1,05,000 ના દંડની સજાનો હુકમ કરેલ છે.

