New Delhi,તા.15
ગઈકાલે બિહાર વિજય બાદ હવે શું તેવા એક પ્રશ્નના જવાબમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ ખૂબજ કુશળતાપુર્વક જવાબ આપ્યો કે અમો એક વિજય બાદ બીજા વિજયની તૈયારીમાં તે જ દિવસથી શરૂ કરી લઈએ છીએ.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ વિજય માલ્યામાં ખાસ કરીને એપ્રિલ-મે માં યોજાનારી પ.બંગાળ ધારાસભા ચૂંટણી માટેનું રાજયના શાસક મમતા બેનરજી માટે ચેતવણીનું ફાયરીંગ કરી દેતા કહ્યું હતું કે ગંગાનું પાણી બિહારમાંથી બંગાળમાં જાય છે.
2024 બાદ એક માત્ર ઝારખંડને બાદ કરો તો ભાજપે તમામ ધારાસભા ચૂંટણી જીતી છે અને 2029માં જતા પુર્વે તેનો મીડ ટર્મ ટેસ્ટ એ આગામી વર્ષે યોજાનારી પ.બંગાળ, તામિલનાડુ, કેરળ અને ખુદનુ શાસન હોવા છતા આસામ એ સૌથી મોટો પડકાર છે.
જેમાં તે હવે પ.બંગાળમાં મળતા બેનરજીને જીતનો આંકડો મારતા અટકાવવા માંગે છે અને મહત્વનું એ છે કે 2027માં ઉતરપ્રદેશ, પંજાબ જેવા મહત્વના અને ગુજરાત જેવા ગઢ રાજયમાં પક્ષને ધારાસભા ચૂંટણીનો સામનો કરવાનો છે પણ ભાજપએ 2026માં એપ્રિલ-મે માસની ચાર રાજયોની ચુંટણીમાં આસામ જાળવી રાખવા ઉપરાત પ.બંગાળમાં મમતાનો ગઢ તોડવા માંગે છે.
દક્ષિણના રાજયોમાં તામિલનાડુ, કેરળ હજું `ટફ’ છે તે ભાજપ સર્જે છે જેથી ત્યાં સ્થાનિક નેતૃત્વ સર્જાવા માંગે છે અને તેથી ફેબ્રુઆરી-માર્ચથી જ આ ચુંટણીની તૈયારી શરૂ થઈ જશે જયાં હાલ `સર’ની પ્રક્રિયા પણ ચાલું જ છે. આમ આગામી છ માસ જબરી રાજકીય ઉતેજના સર્જશે.
બિહારમાં જે રીતે ભાજપે એમ પાંચ મહિલા યુવા ફેકટરથી ચમત્કાર સર્જયા તે મમતા બેનરજી માટે ચિંતા બની શકે છે. મહિલા મતદારોની સંખ્યા તમામ રાજયોમાં 50 ટકા તેથી વધુની છે.
જે એક મોટા વોટ બેન્ક છે તો યુવા જે પણ વોટ બેન્ક બની શકે છે તે ભાજપે અનેક રાજયોમાં નિશ્ચિત કર્યુ છે અને પ.બંગાળમાં પણ મમતાની મોટી વોટબેન્ક મહિલા અને મુસ્લીમ છે.
બિહારમાં મુસ્લીમ ફેકટરને ડિસ્કાઉન્ટ કરવામાં સફળતા મળી છે અને ખાસ કરીને સિમાંચલ જે મુસ્લીમ બહુમતી વાળો ક્ષેત્ર છે ત્યાં પણ રાજદ-કોંગ્રેસને પછડાટ મળી છે. આમ મમતા માટે ભાજપનું એમવાય ફેકટર એ ચિંતા બની જશે. છેલ્લી વિધાનસભામાં ભાજપે 297માંથી 77 બેઠકો જીતી છે.
જો કે પક્ષને કોઈ સ્થાનિક મજબૂત નેતૃત્વ નથી જે મમતાનો મુકાબલો કરી શકે તેથી મોદીના નેતૃત્વ અને અમીત શાહની વ્યુહરચના પર જ આધાર રાખવો પડશે તે નિશ્ચિત છે. અહી ભાજપ જોડાણ કરી શકે તેવા કોઈ મજબૂત પક્ષ નથી તે પણ તેના માટે એક પડકાર છે અને ભાજપ હવે તેમાં કઈ રીતે આગળ વધે છે તે મહત્વનું છે.

