Bihar,તા.15
બિહારમાં એનડીએની ડબલ સેન્ચુરી સામે પ્રચંડ વિજય બાદ હવે આગામી વર્ષે યોજાનારી પ.બંગાળ, તામિલનાડુ, કેરળ અને આસામની ધારાસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જ વિજય-સભામાં ગંગા-બિહારમાંથી પ.બંગાળ જાય છે તેવા વિધાનો કરીને ચેતવણીનું ફાયરીંગ કરી દીધુ છે.
તો તાત્કાલીક પ્રત્યાઘાતમાં વિપક્ષોનું `SIR’ નું હથિયાર પણ છીનવાઈ ગયું છે અથવા બુઠ્ઠુ થઈ ગયુ છે તેની તા.1થી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં સરકાર તેના મહત્વના 2029 સુધીમાં લાગુ કરાય તેવા એજન્ડા પણ લાગુ કરવા માટે આગળ વધશે.
બિહારના પરિણામોની અસર વ્યાપક હશે તે નિશ્ચિત છે અને ભાજપ તેનો પુરેપુરો રાજકીય લાભ મળે તે માટે પણ આગળ વધશે. સૂત્રોના જણાવ્યા મુજબ બિહારમાં નવી સરકારની રચનામાં હાલ ભાજપ નીતીશકુમારને ડિસ્ટર્બ નહી કરે.
ખાસ કરીને ચાર રાજયોની ધારાસભા ચુંટણીઓ આવી રહી હોવાથી પક્ષ કોઈ નવા રાજકીય મુદાઓ ઉઠવા દેવા માંગતો નથી પણ પ્રથમ ભાજપ તેના સંગઠનની નવરચના જે રાષ્ટ્રીય સ્તરે લાંબા સમયથી પેન્ડીંગ છે તે લાગુ કરશે.
જેમાં નવા રાષ્ટ્રીય પ્રમુખ અને તેની ટીમ જે ચાર રાજયોની ચૂંટણી હેન્ડલ કરી શકે તે નિશ્ચિત કરશે તો મોદી સરકાર હવે મીડ ટર્મ મંત્રીમંડળ વિસ્તરણ માટે પણ આગળ વધી શકે છે.
આમ દિલ્હીમાં તેની પકડ મજબૂત બનાવશે. ખાસ કરીને ભાજપની નજર હવે રાજયસભાની ખાલી થનારી બેઠકો પર હશે. હાલ રાજયની 16માંથી 10 બેઠકો એનડીએ પાસે છે જેમાં હવે મોટાભાઈ તરીકે ભાજપ વધુ ભાગ માંગી શકે છે. ગઈકાલની ગણતરી બાદના આખરી પરિણામો ભાજપ-જનતાદળ (યુ) વાળો હવે ફકત ચાર જ બેઠકનો ફર્ક છે. ભાજપ 89 અને જનતાદળ (યુ)એ 85 બેઠકો જીતી છે.
તો ચિરાગ પાસવાનના લોકજનતાંત્રીક પાર્ટીને 19 અને હમ સહિતના પક્ષોને 9 બેઠકો મળી છે તો વિપક્ષમાં રાજ દવે તેના અત્યાર સુધીના સૌથી ખરાબ પરિણામમાં 25 બેઠકો મેળવી છે જયારે તેના નેતા તેજસ્વી યાદવ તેમની રાધોપુર બેઠક બચાવવામાં સફળ રહ્યા છે. કોંગ્રેસ જે એક તબકકે 1 બેઠક જીતી શકશે. તેનો સંકેત હતો. તેણે 6 બેઠકો મેળવીને આશ્વાસન મેળવ્યું છે.
હવે કોંગ્રેસમાં રાહુલ ગાંધીના નેતૃત્વ અને ચુંટણી મુદાઓ નિશ્ચિત કરી તે જનતા સુધી પહોંચે તે જોવાની તેમની ક્ષમતા સામે સવાલ ઉભા કર્યા છે અને વડાપ્રધાન શ્રી મોદીએ કોંગી ખુદ તો ડુબે છે સાથીઓને પણ ડુબાડે છે તેવુ કહી આગામી સમયમાં જયાં સુધી યોજાવાની છે ત્યાં કોંગ્રેસને ફીકસમાં મુકી દીધી છે. હરિયાણા, મહારાષ્ટ્ર બાદ કોંગ્રેસનો ત્રીજા રાજયમાં પરાજયએ તેના 2024ના લોકસભા ચૂંટણીમાં જ એડવેન્ટેજ હતો તે ખોઈ નાખ્યો છે.

