Morbi, તા.15
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા પાસે જાહેરમાં દારૂની નાની 16 બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 6750 ની કિંમતના દારૂ સાથે તેની ધરપકડ કરી હતી.
બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શોભેશ્ર્વર રોડ ઉપર આવેલ મફતિયાપરા પાસે જાહેરમાંથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની 16 બોટલ મળી આવી હતી .
જેથી પોલીસે 6,750 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ઇમરાન ઉર્ફે ઇમલો સબીરભાઈ મોવર (25) રહે. શોભેશ્વર રોડ મફતીયાપર પાણીના ટાંકાની પાછળના ભાગમાં ની ધરપકડ કરી હતી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

