Rajkot, તા.15
રાજકોટમાં વધુ એક હીટ ઇન્ટરનની ઘટના સામે આવી છે. ગત તા. 28ના રોજ પોપટપરા સ્મશાન પાસે રાત્રિના સમયે કરીયાણું લેવા બાઈક પર નીકળેલા 28
વર્ષીય રાજા દુદકિયાને અજાણ્યા વાહને ઠોકરે લીધો હતો. અકસ્માત સર્જી આ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.
ઈજાગ્રસ્ત થયેલા યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ફરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા આજે વહેલી સવારે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે મળતી વિગત મુજબ, રાજાભાઈ રતિલાલ દુદકિયા (ઉંમર વર્ષ 28, રહે.પોપટપરા સેન્ટ્રલ જેલની સામે) ગઈ તારીખ 28/10 ના રોજ રાત્રે 8ઃ30 વાગ્યા આસપાસ બાઇક પર જઈ રહ્યો હતો. પોપટપરા સ્મશાન પાસે પહોંચતા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધો હતો.
અકસ્માત થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે પછી પરત તારીખ 12/11ના રોજ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ થયેલ. જેનું ચાલુ સારવાર દરમિયાન આજરોજ વહેલી સવારે મૃત્યુ નીપજ્યું હતું.
પરિવારજનોએ જણાવ્યું કે, રાજાભાઈ 4 ભાઈ અને 2 બહેનમાં નાના હતા. 4 વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. તેઓ પત્ની અને પરિવારજનો સાથે રહેતા. શાકભાજી વેચી પરિવારનું ગુજરાત ચલાવતા હતા.
બનાવનાર દિવસે કરિયાણું લેવા માટે તેઓ બાઈક પર જતા હતા. જ્યાં કોઈ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો. યુવકના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. પ્રદ્યુમનનગર પોલીસે યુવકના મૃતદેહને પીએમમાં ખસેડી ફરિયાદ લેવાની તજવીજ કરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

