Jamnagar તા.15
જામનગરમાં હાથ ઉછીના આપેલા રૂપિયા સામે ચેક રિર્ટનના કેસમાં આરોપીને અદાલત દ્રારા બાર માસની જેલ સજા ફટકારી હતી. આ કેસની ટુંકી હકીકત એવા પ્રકારની છે. કે આ કામના ફરીયાદી ભરતસિંહ અજીતસિંહ સોટા પાસેથી આરોપી લખમણભાઈ મંગાભાઈ પડસરીયાએ રૂપિયાની જરૂરીયાત પડતા રૂમ.4,00,000/- ઉછીના આપેલ હતા તે કાયદેસરની લેણી રકમની માંગણી કરતા આરોપી દ્વારા કરીયાદીને રૂા.ચાર લાખનો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાનો ચેક આપેલ હતો.
તે ચેક ફરીયાદી ની બેંકમાં ભરતા આ ચેક અપુરતા ભંડોળ ના શેરા સાથે આરોપીની બેંક દ્વારા રીટર્ન કરવામાં આવેલ ત્યારબાદ આ કામના ફરીયાદી દ્વારા આરોપીને લીગલ નોટીસ મોકલાવામાં આવેલ હતી જે નોટીસ આરોપીને બજી જવા છતાં આરોપીએ ચેક મુજબની રકમ ફરીયાદીને ચુકવેલ ન હોય આથી આ કામના ફરીયાદીએ જામનગરની અદાલતમાં કેસ દાખલ કરેલ તે કેસમાં કોર્ટ સમક્ષ આરોપી હાજર થયેલ પરંતુ તેઓને પ્લી લેવાય ગયેલ પછી કોર્ટ સમક્ષ આરોપી હાજર રહેલ નહી.
uઆથી ફરીયાદીના વકીલ આરોપીના હકક બંધ કરાવી કેસ ચલાવેલ અને નામ.કોર્ટે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ-138 મુજબ ફરીયાદીના વકીલની દલીલો ગ્રાહય રાખી આરોપી લખમણભાઈ મંગાભાઈ પડસરીયાને આ કેસમાં બાર માસની સજા તથા ચેક મુજબની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે. અને જો આ રકમ ન ભરે તો 3 માસની વધારાની સજા હુકમ ફરમાવેલ છે. આમ, આ કામમાં ફરીયાદી તરફે વકીલ મનોજ કે. નંદા તથા રક્ષિત એમ. હીરપરા રોકાયેલા હતા.

