Junagadh તા.15
જુનાગઢ બી ડીવીઝન હદના ઝાંઝરડા રોડ પર રહેતી સગીરાને આરોપી મોટી પાનેલીના શખ્સે આવી તેણીનું અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવી છે.
ગત તા.4-11-25ની સાંજે આરોપી હીરેન બનાભાઈ સોલંકી રે. મોટી પાનેલી (ઉપલેટા) વાળો ફરીયાદી મહિલાના ઘરે ઝાંઝરડા રોડ પરના એપાર્ટમેન્ટમાં આવેલ જયાં આરોપીએ ફરીયાદીની સગીર દિકરી (ઉ.17) વાળીને લલચાવી અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ સગીરાની માતાએ નોંધાવતા બી ડીવીઝન પો.ઈ. એ.બી. ગોહિલે તપાસ હાથ ધરી છે.

