Junagadh તા.15
જુનાગઢ સી ડીવીઝન હદના મંગલધામ વિસ્તારમાંથી પોલીસે રહેણાક મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની 270 બોટલ વિદેશી દારૂ સાથે મકાન માલીકને દબોચી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં જુનાગઢના અન્ય ત્રણ શખ્સોના નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ દરી છે.
સી ડીવીઝન પોલીસે મંગલધામ-1 ઓમ સ્કુલની બાજુમાં આવેલા ગીરીકંદા એપાર્ટમેન્ટ બ્લોક નં.106માં રહેતો ધવલ નંદાભાઈ ખાવડુ (ઉ.37)ના ઘરે વિદેશી દારૂનું વહેંચાણ કરતો હોય.
જે બાતમીના આધારે રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 270 કિંમત રૂા. 1,25,925નો દારૂ મોબાઈલ એક રૂા.10 હજાર સહિતના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી તેમની પ્રાથમિક પુછપરછમાં આ જથ્થો પંકજ ખીમાભાઈ ચાવડા રે. મધુરમ (જુનાગઢ) શીવ ભરત મકવાણા રે. મધુરમ અને મહેશ જાદવ રે. ધરારનગર જુનાગઢ વાળાઓના નામ ખુલતા સી ડીવીઝન પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.માંગરોળના શેરીયાજ ગામે રહેતા રામભાઈ લાખાભાઈ ચુડાસમા (ઉ.42)ને આઠેક માસથી ચીકનગુનીયાનો તાવ આવતો હોય સારવાર લેવા છતા સારૂ થતુ ન હોય તેમજ આર્થીક રીતે મુંઝાતા હોય તેવા ટેન્શનના કારણે પોતાની દરણા દળવાની ઘંટીના ઓરડામાં ગળે ફાંસો ખાઈ લેતા મોત નિપજયાનું પિતા લાખાભાઈ લખમણભાઈએ પોલીસને જણાવતા માંગરોળ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં મુળ સાવરકુંડલાના બાઢડા ગામના રહીશ હાલ જુનાગઢ સિવિલમાં નાઈટ સેલ્ટર હોમમાં રહેતા હીંમતભાઈ નરસિંહભાઈ ચોવટીયાને શ્વાસની બીમારીથી તેઓ પીડાતા હોય જેથી ઝેરી ટીકડી પી લેતા મોત નોંધાતા એ ડીવીઝન પોલીસ ઈન્સ. એ.એચ. માધવાચાર્યએ તપાસ હાથ ધરી છે.

