London તા.15
કોસ્મેટિક સર્જન ડો. જુલિયન ડી સિલ્વાએ પ્રાચીન ‘ગોલ્ડન રેશિયો’ના આધારે વિશ્વની સૌથી સુંદર મહિલાઓની રેન્કિંગ બહાર પાડી છે. કોમ્પ્યુટરાઈઝડ ફેસ મેપિંગ પર આધારિત વિશ્લેષણમાં ઓસ્કાર વિજેતા એમ્મા સ્ટોનને 94.72% ચોકસાઈ સાથે પ્રથમ સ્થાને દર્શાવવામાં આવ્યું છે, જ્યારે અમેરિકન ગાયિકા અને અભિનેત્રી ઝેન્ડાયા 94.37% સાથે બીજા સ્થાને રહી છે.
સ્લમડોગ મિલિયોનેર અભિનેત્રી ફ્રીડા પિન્ટો 94.34% સાથે ત્રીજા ક્રમે રહી હતી, જ્યારે બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન 93.41% સાથે આઠમા ક્રમે રહી હતી. બિયોન્સ, માર્ગોટ રોબી અને જેના ઓર્ટેગા પણ ટોપ ટેનમાં છે.
ગોલ્ડન રેશિયો શું છે?
આ ગ્રીસમાં વિકસિત એક ગાણિતિક સમીકરણ છે જે ચહેરાની લંબાઈ, પહોળાઈ અને લક્ષણો વચ્ચેના ગુણોત્તરને માપીને સુંદરતાના ધોરણો નક્કી કરે છે. સેન્ટર ફોર એડવાન્સ્ડ ફેશિયલ કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જરી ખાતે હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં, 1.618 (phi) ના આધારે ચહેરાના લક્ષણો માપવામાં આવ્યા હતા.
જેને ગ્રીકો શારીરિક પૂર્ણતાનું પ્રતીક માનતા હતા. ગોલ્ડન રેશિયોનો ઉપયોગ ડિઝાઇન, કલા અને સ્થાપત્ય જેવા ક્ષેત્રોમાં પણ સુંદર અને સંતુલિત રચનાઓ બનાવવા માટે થાય છે.

