Mumbai,તા.15
સની દેઓલની ફિલ્મ ‘જાટ ટુ’નું દિગ્દર્શન રાજકુમાર સંતોષી કરવાના છે. આ ફિલ્મ માટે સંતોષીને ૧૫ કરોડની ફી ઓફર કરાઈ હોવાનું કહેવાય છે.
મૂળ ‘જાટ ‘ ફિલ્મનું દિગ્દર્શન સાઉતના ગોપિચંદ માલિનેનીએ કર્યું હતું. પાર્ટ ટુ માટે તેઓ રીપિટ થશે તેમ મનાતું હતું. પરંતુ, હવે છેલ્લી ઘડીએ ફિલ્મના દિગ્દર્શક બદલાઈ ગયા છે. રાજકુમાર સંતોષીનાં દિગ્દર્શન હેઠળ સની દેઓલ ‘દામિની’ અને ‘ઘાતક’ સહિતની ફિલ્મો કરી ચૂક્યો છે. તેમની જોડીની ફિલ્મ ‘લાહોરર ૧૯૪૭ ‘ હવે રીલિઝ થવાની છે.

