Mumbai,તા.15
‘ભૂત પોલીસ ટુ’ માટે મૂળ ફિલ્મના દિગ્દર્શક પવન કૃપલાનીને હાંકી કાઢી પ્રિયદર્શનને આ પ્રોજેક્ટની કમાન સોંપવામાં આવી છે.
મૂળ ફિલ્મમાં સૈફ અલી ખાન, જેક્લિન ફર્નાન્ડિઝ, યામી ગૌતમ તથા અર્જુન કપૂર સહિતના કલાકારો હતો. પરંતુ, પાર્ટ ટુમાં આ તમામ કલાકારો પણ બદલાઈ જશે તેવી ચર્ચા છે. ૨૦૨૧માં રજૂ થયેલી મૂળ ‘ભૂત પોલીસ’ ફિલ્મ ફલોપ ગઈ હતી. તે વખતે એવી ટીકા હતી કે ફિલ્મનો સ્ટોરી આઇડિયા તથા સ્ટારકાસ્ટ સારી હોવા છતાં પણ ફિલ્મને યોગ્ય રીતે સાકાર કરાઈ ન હતી. આથી જ આ વખતે નિર્માતાઓએ દિગ્દર્શક તથા કલાકારો બદલી નાખવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે.

