Mumbai,તા.15
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતામાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના બીજા દિવસે કેપ્ટન શુભમન ગિલને ઈજા થતાં ફેન્સની ચિંતામાં વધારો થયો છે. શુભમન ગિલ ત્રણ બોલમાં 4 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો. ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ 189 રન પર સમાપ્ત થઈ. સાઉથ આફ્રિકાની ટીમે પ્રથમ ઈનિંગમાં 159 રન ફટકાર્યા હતા. સમગ્ર મામલે BCCIએ અપડેટ આપી છે.
BCCIએ શુભમન ગિલ અંગે અપડેટ આપતા કહ્યું છે, કે શુભમન ગિલની ગરદન જકડાઈ ગઈ છે જેના પર BCCIની મેડિકલ ટીમ નજર રાખી રહી છે. આજે તે રમશે કે નહીં તેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાશે. જોકે બાદમાં શુભમન ગિલ બેટિંગ કરવા આવ્યો નહીં.
સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગ શરૂ થઈ ત્યારે શુભમન ગિલ મેદાન પર ઉતર્યો નહીં. તેની જગ્યાએ રિષભ પંતે જવાબદારી સંભાળી.
કોલકાતા ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, કે એલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

