New Delhi,તા.17
નોર્થઈસ્ટ ચોમાસુ ફરી સક્રિય થયુ હોય તેમ ચેન્નાઈ સહીત પુર્વોતર રાજયોમા ભારે વરસાદ ખાબકયો હતો. ચેન્નાઈમાં જળબંબાકારની સ્થિતિથી શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉદભવેલા-લો-પ્રેસર તથા તેને આનુસાંગીક અપર એર સાયકલોનીક સરકયુલેશનની અસરે વરસાદ ત્રાટકયો હતો. આ સિસ્ટમ પશ્ચિમ ઉતર પશ્ચિમ દિશામાં આગળ ધપી રહી છે.અને અને તેની અસરે તામીલનાડૂનાં અનેક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે પુડુચેરી, આંધ્રપ્રદેશ જેવા રાજયો માટે પણ ઓરેન્જ એલર્ટની ઘોષણા કરી હતી. ચેન્નાઈમાં પણ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તમામ સરકારી-ખાનગી સ્કુલોમાં રજા રાખવાનો આદેશ જારી કરાયો છે.

