Ahmedabad,તા.17
ગુજરાતમાં સૌરાષ્ટ્રના એશિયન સિંહોએ ગૌરવ બની ગયા છે અને દેશ વિદેશથી પ્રવાસમાં અહી સિંહોને જંગલોમાં કુદરતી સ્થિતિએ વિરહતા જોવા મળે છે તે સાથે હવે વાઘ પણ ગુજરાતનું અમુલ્ય ઘરેણુ બને અને ભવિષ્યમાં તેની વિશાળ વસતિ પણ અહી વસવાટ કરે તેવી આશા જાગી છે.
લગભગ 9 માસ પુર્વે મધ્યપ્રદેશના વાઘ અભ્યારણમાંથી એક 4 વર્ષનો વાઘ ગુજરાત-એમપી સરહદ પરના રતન મહાલ તરીકે ઓળખાતા જંગલ વિસ્તારમાં વિહરતો જોવા મળ્યો હતો તે લગભગ બે દશકા બાદ ગુજરાતમાં વાઘની હાજરી નોંધાઈ હતી.
તે સમયે માનવામાં આવતુ હતું કે આ વાઘ ફરી તેના અભ્યારણમાં ચાલ્યો જશે પણ નવ માસ થયા પણ આ વાઘને ગુજરાતનો એ વિસ્તાર ફાવી ગયો હોય તેમ તે આરામથી અહી વસી ગયો છે અને તેથી જંગલ વિભાગને અહી વાઘના વસવાટ માટે અનેક સાનુકુળતા હોવાનું ખ્યાલમાં આવી ગયુ છે.
તેથી ભવિષ્યમાં અહી વાઘની વસ્તી વધારવા માટેની આશા હવે વધુ આશા છે. ગુજરાતમાં 1985ની વસતી ગણતરીમાં 10 વાઘ હતા તે તમામનું મૃત્યુ થયાનું નોંધાયુ હતું. 1999માં એક વાઘ નોંધાયા પણ 2001માં સતાવાર જાહેર કરાયુ કે રાજયમાં વાઘનું હવે અસ્તિત્વ રહ્યું નથી.
તે સમયે ચીફ ક્નઝર્વટર ઓફ ફોરેસ્ટ કહે છે કે રતનમહાલમાં એક વાઘની વસ્તીની માહિતી છે અને અમો તેની મુવમેન્ટ પર નજર રાખી રહ્યા છીએ. 1985 પછી અહી કોઈ વાઘ સતત નવ માસ વસવાટ કરતા જોવા મળ્યા હોય તેવી પ્રથમ ઘટના છે.
એક વાઘ 2019 અહી મધ્યપ્રદેશથી ભુલો પડીને આવ્યો હતો પણ 20 દિવસમાંજ તેનું મૃત્યુ થયુ હતું. આમ કુદરતી સ્થિતિમાં વસવાટ વાઘનો વસવાટ એ મોટી નિશાની છે. ઉપરાંત અહી વાઘના શિકાર જેવા ચિતલ-સાબર વિ. પશુઓની વસતિ વધારવાના પ્રયાસો પણ શરૂ થયા છે. આમ ભવિષ્યમાં વધુ વાઘને વસાવવામાં સરળતા રહેશે.

