Amreli, તા.17
રાજુલામાં સોની વેપારીની દુકાનમાં ગ્રાહકનાં સ્વા્ંરમાં આવેલા ગઠીયાએ સોનાનો હાર બતાવી વિશ્ર્વાસમાં લઇ ચાર લાખ રોકડા મેળવ્યા હતા બાદમાં સોની વેપારીએ ખરાઇ કરતા આ હાર ખોટો હોવાથી છેતરપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
રાજુલા ગામે આવેલ ખોજા મસ્જિદ પાસે, મરચા બજારમાં રહેતાં હુસેનઅલી મુકતારઅલી અમીરી નામનાં 52 વર્ષીય વેપારીની રાજુલા માર્કેટ યાર્ડ સર્કલની બાજુમાં આવેલ દુકાને ગત તા.14ના બપોરના આશરે અઢી વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા ઇસમે આવી તેમણે પ્રથમ હાર બતાવી અને તેમાંથી બે સોનાની કડીઓ વેપારીને આપી અને તેમને વિશ્વાસમાં લઇ બાદ આ અજાણ્યા આરોપીએ પોતાની પાસે રહેલ હાર સોના જેવો અને ખોટો હોય તેમ છતા સોનાનો છે તેમ કહી વેપારીને કહી વેપારી પાસેથી હારના રૂપિયા 4,00,000 રોકડા મેળવી લઈ અને વેપારી સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરી કાર્યની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
મધ્યપ્રદેશના વતની અને હાલ સાવરકુંડલા તાલુકાનાં બાઢડા આવેલ ગામે ગોરધનભાઇ ક્રરમશિભાઇ નાકરાણીની વાડી-ખેતર ભાગ્યું રાખેલ વાડીએ રહેતાં પ્રદીપભાઈ ઇન્દ્રસિંહ ભુરીયા નામનાં 25 વર્ષીય યુવકનો પુત્ર અંકીત પ્રદીપભાઈ ભુરીયા નામનો 2 વર્ષ 6 મહીનાની ઉંમરનો ગત તા.14 ના સવારે આશરે 8/15 વાગ્યાની આસપાસ બાઢડા ગામે ગોરધનભાઇ ક્રરમશિભાઇ નાકરાણીની વાડી પાસે આવેલ રેલ્વે ટ્રેક પાસે રમતો હોય રમતા રમતા રેલ્વે ટ્રેક પાસે પહોંચી ગયેલ અને તેવામાં ટ્રેન પસાર થતા ટ્રેન નીચે આવી જતા ગંભીર ઈજા થતાં આ બાળકનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
અમરેલી જિલ્લાના વડીયા ગામે આવેલ સદગુરુ નગરમાં રહેતાં દિપકભાઈ કાનજીભાઈ કાવઠીયા નામનાં 49 વર્ષીય આધેડે ગત તા.14 ના રોજ 10 વાગ્યે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

