Surendranagar, તા.17
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે પરંતુ તેના ઉપર લગામ લગાવવાનો પ્રયાસ છે તે તંત્રની ટીમો દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી ચોરી ખનીજ માફિયાઓ દ્વારા બંધ કરવાનું નામ નથી લેવામાં આવી રહ્યું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત રેતી ચોરી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને સરકારી જમીન ઉપર ચાલતી ખનીજ ચોરી ઉપર દરોડા પાડી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે..
નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ અને તેમની ટીમ દ્વારા મુળી તાલુકાના છેવાડાના લીંમલી ગામના સરકારી ગૌચર સર્વે નંબર વાળી જમીન બે અલગ અલગ જગ્યાએ તદન ગેરકાયદેસર ખનન કરી માટી / રેતી નું ખૂબ જ મોટા પ્રમાણમાં ખનન કરતા હોવાનું ધ્યાને આવતા નીચે મુજબના વાહનો ઝડપી પાડવામાં અવ્યા હતા.
જપ્ત કરવામાં આવેલ વાહનોનું વિગત : (1) 2 (બે ) જેસીબી (2) 6( છ) ડમ્પર કુલ (8) આઠ વાહનો મળી કુલ 8(આઠ) વાહનોના કુલ 3,20,00,000/- ( અંકે રૂપિયા ત્રણ કરોડ વિશ લાખ પૂરા ) ની રકમ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ સરકારી ગૌચર માં ગેરકાયદેસર ખનન યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવતું હતી. આ બંને ઈસમો સામે The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017 મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આ બંને ઈસમો કોઈ પણ પ્રકારની બીક વગર અને છેવાડાનું ગામ હોવાથી કોઈ અધિકારી ગામ માં આવી શકે નહીં એમ માની ધોળા દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર માટી / રેતી નુ ખનન કરતા હોવાનું તપાસ માં જાણવા મળ્યું હતું.
વાહન ચાલકોના નિવેદનો લઈ વાહન માલિકો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં સરકારી ગૌચર જમીન માં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કરેલ ખોદકામ અંગે માપણી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાથે સાથે લીમલી ગામના સરપંચ અને તલાટી ક્રમ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

