Surendranagarતા.17
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભલાગામડા ગેટ પાસે એક વળાંકમાં ક્રેન અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 108 એમ્બ્યુલન્સને નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, ક્રેનના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ક્રેનનો હૂક 108 એમ્બ્યુલન્સના ઉપરના ભાગે અથડાયો હતો.
આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ઉપરના ભાગે લાગેલી ઇમરજન્સી લાઇટ સહિતના કેટલાક ભાગોને નુકસાન પહોંચ્યું હતું. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ક્રેનના ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

