Bhavnagar તા.17
ભાવનગર શહેરના પ્રભુ દાસ તળાવ વિસ્તારમાં ગઈકાલે લગ્નના દિવસે જ લોખંડના પાઇપ ઝીંકી ભાવિ પત્ની ની કરપીણ હત્યા કરી નાસી છૂટેલા આરોપી સાજનને પોલીસે ઝડપી લીધો છે.
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતી હિંમતભાઈ જીવાભાઇ રાઠોડ ની પુત્રી સોનીબેન ઉં.વ.24 નામની યુવતીની સવારે લોખંડના પાઇપના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી તેનો ભાવિ પતિ સાજન બારૈયા નાસી છુટ્યો હતો.
દરમિયાન ગઇકાલે રવિવારે પોલીસે હત્યા કરી નાખી છૂટેલા સાજન બારૈયાને ઝડપી લીધો છે. મરનાર યુવતી અને આરોપી સાજન છેલ્લા 8 મહિનાથી લિવ ઇન રિલેશનશિપ માં રહેતા હતા. ઘરના એ લગ્ન નક્કી કરતા ગઈકાલે તેના લગ્ન હતા.
લગ્ન થાય તે પહેલા ભાવિ પત્ની સાથે ઝઘડો થતાં આવેશમાં આવી જઈ લોખંડના પાઇપ ઝીંકી હત્યા કરી નાખી હતી. આમ સોનીબેન ના મહેંદીનો લાલ રંગ લોહીના લાલ રંગમાં ફેરવાઈ ગયો હતો. આ બનાવે શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી.

