સોનાના વાયદામાં રૂ.371 અને ચાંદીના વાયદામાં રૂ.231ની નરમાઈઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.10 ઢીલો
કોમોડિટી વાયદાઓમાં રૂ.38586.51 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.324240.08 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 33743.97 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 29200 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.362833.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.38586.51 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.324240.08 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.5.52 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.1.86 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 29200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2959.4 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 33743.97 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.123114ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.123650 અને નીચામાં રૂ.122172ના મથાળે અથડાઈ, રૂ.123561ના આગલા બંધ સામે રૂ.371 ઘટી રૂ.123190 થયો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.462 ઘટી રૂ.99651ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.35 ઘટી રૂ.12485 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.417 ઘટી રૂ.123037ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.123687ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.123800 અને નીચામાં રૂ.122266ના સ્તરને સ્પર્શી, રૂ.123784ના આગલા બંધ સામે રૂ.434 ઘટી રૂ.123350ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.155105ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.156690 અને નીચામાં રૂ.153310ના મથાળે અથડાઈ, રૂ.156018ના આગલા બંધ સામે રૂ.231 ઘટી રૂ.155787ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.359 ઘટી રૂ.157319ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.397 ઘટી રૂ.157367ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1506.60 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું નવેમ્બર વાયદો રૂ.3.95 ઘટી રૂ.1004.55ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત નવેમ્બર વાયદો 25 પૈસા વધી રૂ.303.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો રૂ.1.05 ઘટી રૂ.269.45ના સ્તરે પહોંચ્યો હતો. સીસું નવેમ્બર વાયદો 45 પૈસા ઘટી રૂ.183.1ના સ્તરે પહોંચ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 3328.08 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી નવેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.2937ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.2968 અને નીચામાં રૂ.2890ના મથાળે અથડાઈ, રૂ.44 ઘટી રૂ.2904ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5293ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5336 અને નીચામાં રૂ.5260ના સ્તરને સ્પર્શી, રૂ.5342ના આગલા બંધ સામે રૂ.10 ઘટી રૂ.5332 થયો હતો. ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.10 ઘટી રૂ.5331ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.5 ઘટી રૂ.395.9 થયો હતો. નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો રૂ.4.3 ઘટી રૂ.396.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.911.3ના ભાવે ખૂલી, 20 પૈસા ઘટી રૂ.917.2ના સ્તરે પહોંચ્યો હતો. કોટન નવેમ્બર વાયદો રૂ.190 વધી રૂ.25010ના સ્તરે પહોંચ્યો હતો. એલચી નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2420ના ભાવે ખૂલી, રૂ.1 ઘટી રૂ.2450ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 19990.79 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 13753.18 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1037.50 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 116.49 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 20.84 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 331.02 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 14.71 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 839.80 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2473.57 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 5.40 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.69 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 1.78 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17781 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 63181 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 24158 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 352463 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 33521 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 26345 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 51006 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 144009 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1131 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 15257 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 28230 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ નવેમ્બર વાયદો 29480 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 29480 પોઇન્ટના સ્તર અને નીચામાં 28940 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 27 પોઇન્ટ વધી 29200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.18.2 ઘટી રૂ.59.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.5 ઘટી રૂ.10.85ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.125.5 ઘટી રૂ.1345 થયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.88 વધી રૂ.2450 થયો હતો. તાંબું નવેમ્બર રૂ.1010ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.72 ઘટી રૂ.5.42ના ભાવે બોલાયો હતો. જસત નવેમ્બર રૂ.305ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 53 પૈસા ઘટી રૂ.1.91 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.5.8 ઘટી રૂ.29.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 95 પૈસા વધી રૂ.14.85 થયો હતો.
સોનું નવેમ્બર રૂ.118000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.128 વધી રૂ.492.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.318 વધી રૂ.3682ના ભાવે બોલાયો હતો. તાંબું નવેમ્બર રૂ.1000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 55 પૈસા વધી રૂ.5.6 થયો હતો. જસત નવેમ્બર રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 25 પૈસા ઘટી રૂ.2 થયો હતો.

