અન્ય સાથે સંબંધ હોવાની આશંકાએ પતિએ મારી હતી ગોળી : રાજકોટમાં લગ્નેતર સંબંધોનો આવ્યો કરૂણ અંત
Rajkot, તા.૧૭
રાજકોટમાં લગ્નેતર સંબંધોનો કરૂણ અંત આવ્યો છે. નાગેશ્વરમાં પતિએ પત્ની પર ફાયરિંગ કર્યાનો કેસમાં પત્ની તૃષાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મહિલાને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાથી પતિએ તેને ગોળી મારી હતી.
પતિએ પત્ની પર ફાયરિંગ કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હતો. પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. જો કે, આજે બે દિવસની સારવાર બાદ પત્નીનું પણ મૃત્યુ થયુ છે.
છઝ્રઁ રાધિકા ભારાઈએ માહિતી આપતા જણાવ્યું કે, આશરે ૨૧ વર્ષ પહેલા લાલજીભાઈ રમેશભાઈ પઢીયાર અને તૃષાબેન પઢીયારના લગ્ન થયા હતા. બંને પતિ પત્ની અને ૨૦ વર્ષનો પુત્ર રાજકોટના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર જૈન મંદિરની સામે આવેલા તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. લાલજીભાઈના પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ, દોઢ વર્ષ પહેલા તૃષાબેનને કૌટુંબિક ભત્રીજા વિશાલ ગોહિલ સાથે પ્રેમ સંબંધ હોવાની લાલજીભાઈને જાણ થઈ હતી.
મૃતકની બહેને વલોપાત કરતા કહ્યું હતું કે, તેમની ભાભીને કૌટુંબિક ભત્રીજા વિશાલ નામના યુવક સાથે અનૈતિક સબંધ હતાં. જે વાતની દોઢ મહિના પહેલા તેમના ભાઈ લાલજીને જાણ થઈ હતી અને પત્નીને બગીચામાં પ્રેમી સાથે રંગેહાથ પણ પકડી લીધી હતી. જે બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. જે બાદ ભાભી તૃષા ઘરેથી રોકડ પાંચ લાખ, દાગીના, મિલકતના દસ્તાવેજ સહિતનો મુદામાલ લઈ તે તેની સહેલી પૂજા, સોનુ અને પ્રેમી વિશાલ સાથે રહેવા ચાલી ગઈ હતી. અવારનવાર તેને સમજાવી ઘરે આવી જવા કહ્યું છતાં તે પરત આવી નહતી અને માથાકૂટ ચાલું રાખી હતી. જેથી આ બનાવ બન્યો હતો.
રાજકોટની નાગેશ્વર સોસાયટીમાં પતિએ પત્ની પર કરેલા ફાયરિંગનો મામલે છઝ્રઁ રાધિકા ભારાઈએ વિગતો આપતા જણાવ્યું કે, ઈજાગ્રસ્ત પત્ની તૃષા પઢીયારનું સારવાર દરમિયાન મોત થયું છે. હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જે હત્યામાં પલટાયો છે. પતિ લાલજીભાઈ પઢીયારે પણ આત્મહત્યા કરી હતી. હથિયાર લાઇસન્સ વાળું હતું, જે કબ્જે કરવામાં આવ્યું હતું. તૃષાનો પ્રેમી વિશાલ ગોહિલને પોલીસે સમન્સ આપી તપાસ માટે બોલાવવામાં આવ્યો છે.
ઉપરાંત બહેને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, તેની ભાભી તૃષાનું સારવારમાં મોત નહીં થાય તો હું તેને મારી નાંખીશ તેમજ તેમના ભાઈની હત્યા કરવામાં આવી છે. સરકાર પાસે તેના ભાઈને ન્યાય અપાવવા માંગણી કરી હતી. આ સમગ્ર કિસ્સામાં ૨૦ વર્ષના દીકરાનો શું વાંક હતો. માતા-પિતા અને દીકરાનો એક નાનકડો પરિવાર રાજીખુશીથી રહેતો હતો. પરંતું મહિલાના આડાસંબંધોને કારણે આખો પરિવાર વિખેરાયો છે. ૨૦ વર્ષના દીકરાએ માતાપિતા બંનેની છત્રછાયા ગુમાવી છે.

