પત્ની અને બે બાળકોની હત્યાં કરી લાશને ઘર નજીક દાટી દીધી અને બાદમાં ત્રણે લોકો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી
Bhavnagar, તા.૧૭
ભાવનગરમાં પત્ની-પુત્રી-પુત્રન ટ્રિપલ મર્ડર કેસનો આરોપી ઝડપાયો છે. પરિવારનો મોભી એવા વનવિભાગમાં છઝ્રહ્લ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંધલાંએ પત્ની અને બે બાળકોની હત્યા કરી હતી. પત્ની અને બે બાળકોની હત્યાં કરી લાશને ઘર નજીક દાટી દીધી હતી. અને બાદમાં ત્રણે લોકો ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગરના તળાજા રોડ પર આવેલા ઘાસના દંગા તરીકે ઓળખાતા ફોરેસ્ટ કોલોની માંથી પુત્ર, પુત્રી અને માતા સહીત ત્રણ લોકોના મૃતદેહ માળી આવતા ચકચાર મચી ગઈ હતી. અગાઉ પતિ દ્વારા પત્ની અને બાળકો ગુમ થયા અંગે ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આજુબાજુના લોકોની તીવ્ર દુર્ગંધની ફરિયાદ અને પોલીસ ને મળેલી ગુપ્ત બાતમીના આધારે તપાસ કરી ઘાસના ગોડાઉન નજીક ખોદકામ કરતા ગુમ થયેલ ત્રણે વ્યક્તિએના મૃતદેહ માળી આવ્યા હતા, પોલીસે ત્રણે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને પહેલાથી જ વનવિભાગમાં છઝ્રહ્લ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંધલાંએ પોતાના પરિવારની હત્યા કર્યાની શંકા હતી જ, તેથી પોલીસે એ દિશામાં તપાસ કરી હતી.
ભાવનગર શહેરમાં ગઈ ૭ તારીખના ફોરેસ્ટ વિભાગમાં છઝ્રહ્લ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા નામના વ્યક્તિએ ભરતનગર પોલીસ મથકમાં અરજી કરી હતી કે ગઈ ૫ તારીખથી તેમના ધર્મપત્ની નયનાબેન પુત્ર ભવ્ય અને પુત્રી પ્રુથા આ ત્રણે સુરત પોતાના બા બાપુજી સાથે રહેતા હોય અને દિવાળી કરવા અહીંયા ભાવનગર તેમની પાસે આવ્યા હતા, અને ૫ તારીખના રોજ પોતે નોકરી એ સવારે ગયેલ અને બપોરે ૨ઃ૦૦ વાગે પરત આવતા ક્વોટર પર તાળું માર્યું હતું અને ઘર ખોલતા તેની અંદર પત્નીના અને બાળકોના કપડા કે પત્ની કે બાળક હાજર ન હતા. તુરંત તેમણે તેમના સાળાને સુરત ફોન કરી પૂછતા કે મારા પત્નીને બાળકો ત્યાં આવેલ છે. તો તેમને ના કહેતા અન્ય જગ્યાઓ પર શોધખોળ કરી હતી, પરંતુ ન મળતા આખરે ભરતનગર પોલીસ મથકમાં ૭ તારીખના રોજ અરજી કરી હતી.
ભાવનગરના વિસ્તરણ વિભાગમા છઝ્રહ્લ તરીકે ફરજ બજાવતા અધિકારી શૈલેષભાઈ બચુભાઇ ખાંભલા અગાઉ ઇર્હ્લં તરીકે દાહોદ, જૂનાગઢના મેંદરડા અને ફરી દાહોદ ખાતે ફરજ બજાવી ચુક્યો છે. જેઓની એક વર્ષ અગાઉ છઝ્રહ્લ તરીકે પ્રમોશન સાથે ભાવનગર બદલી કરવામાં આવી હતી, પત્ની નૈનાબેન અને ૧૩ વર્ષીય પુત્રી પૃથા તેમજ ૯ વર્ષીય પુત્ર ભવ્ય સુરત ખાતે રહેતા હતા, જેઓ દિવાળીના વેકેશનને લઈને ભાવનગર આવ્યા હતા, શૈલેષ ખાંભલાએ ધર્મ પત્ની અને બાળકો ખોવાયાની ૭ તારીખે ભરતનગર પોલીસ મથકમાં અરજી કરી હતી, જેને લઈને ભાવનગર પોલીસ શોધખોળ શરૂ કરી હતી.
પોલીસ શોધખોળ ચલાવી રહી હતી એ દરમ્યાન ભાવનગરના રબારી સમાજ દ્વારા પણ ભાવનગર એસ.પીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે શૈલેષભાઈ ખાંભલાના ધર્મપત્ની અને બાળકોને પાંચ તારીખથી ગુમ થયેલો હોય તેની શોધ કરવામાં આવે. આખરે ભાવનગર પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને તપાસ હાથ ધરતા ગઈકાલે ભાવનગર પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે ભાવનગર ફોરેસ્ટ ક્વાર્ટરની બાજુમાં કોઈ વ્યક્તિ દ્વારા જેસીબીથી ખાડો કરી શંકાસ્પદ કામગીરી કરવામાં આવેલ છે.
આ બાતમીના આધારે પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરતા આ જગ્યા પર અતિ દુર્ગંધ અને વાસ મારતા પોલીસે પંચ સાથે રાખીને ડોગ સ્કોડ દ્વારા તપાસ કરતા આખરે ખાડામાંથી બાંધેલી હાલતમાં પત્ની નયનાબેન, દીકરી પ્રુથા અને પુત્ર ભવ્ય સહીત ત્રણેયની લાશ મળી આવી હતી, જેના પગલે ભાવનગર પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી દેવામા આવ્યા છે. જોકે પત્ની અને બાળકો ગુમ થયા અંગે ફરિયાદ દાખલ કરનાર પતિ શૈલેષ ખાંભલા હાલ ફરાર હોય તેણે જ ત્રણેની હત્યાં કરી હોવાની શંકા સેવાઈ રહી હતી. ઘટના બાદ હત્યારાને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ભાવનગર જિલ્લા પોલીસ કમિશનર નિતેશ પાંડેએ જણાવ્યું કે, ભાવનગર ફોરેસ્ટ કોલોનીમાં ખાડામા દાટેલી હાલતમાં ત્રણ મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, આખરે પોલીસે પરિવારને સુરત મળવા પહોંચી ગયેલા આરોપીને ઝડપી લીધો છે.

