New Delhi તા.19
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે જણાવ્યું હતું કે, ભારતની પહેલી બુલેટ ટ્રેનનું ઉદઘાટન 2027 માં થશે.પ્રારંભીક તબકકામાં તે ગુજરાતના સુરત અને વાપી વચ્ચે 100 કિલોમીટરના ભાગમાં દોડશે.
દેશનો પ્રથમ 508 કિલોમીટર લાંબો હાઈસ્પીડ રેલ કોરીડોર સાબરમતી (અમદાવાદ) અને મુંબઈ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે.જેના પર દર કલાકે 320 કિલોમીટરની ઝડપથી બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન બે કલાક 17 મીનીટમાં પોતાની સફર પુરી કરશે.
વૈષ્ણવે રેલ ભવનમાં પત્રકારોને કહ્યું હતું કે, ઓગસ્ટ 2027 માં બુલેટ ટ્રેનનું ઉદઘાટન થશે. પ્રારંભીક તબકકામાં તે સુરત, વાપી, વચ્ચે 100 કિલોમીટરના ભાગમાં દોડશે.
આ પહેલા પ્રારંભીક ચરણમાં આ સમય ગાળામાં સુરત અને બિલીમોરા વચ્ચે 50 કિલોમીટર ભાગ ખોલવાની યોજના બનાવાઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર ચાર સ્ટેશનો પર રોકાઈને 1 કલાક 58 મીનીટમાં પુરૂ કરશે જોકે તે 12 સ્ટેશનો પર રોકાય છે તો પુરી સફર બે કલાક 17 મીનીટમાં પુરી કરશે. વડાપ્રધાન મોદીના હાલમાં સુરત સ્ટેશનની મુલાકાતનાં બારામાં રેલમંત્રીએ કહ્યુ હતું કે વડાપ્રધાન નિર્માણ કાર્યની ગતિથી સંતુષ્ટ હતા.

